Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 165
________________ [૧૬૧] કે કપિલાના કહેવા મુજબ કહ્યું, “શેઠ જલદી આવે, તમારા મિત્ર કપિલ સંખ્ત તાવમાં આ પટકાઈ પડે છે.” આ સમયે કપિલ બહારગામ ગયો હતે. શેઠે વિચાર્યું કે, “મારો મિત્ર તાવમાં પટકાયો છે તે મારે તરત જવું જ જોઈએ.” તરત તે કપિલને ત્યાં ગયા. બારણે જ કપિલા ઊભી હતી. શેઠને જોતાં જ “આવે આવે અંદર આવે. તમારા મિત્ર તમારી રાહ જુએ છે.” સુદર્શન-કપિલ કયાં છે.? કપિલા–અંદર છે, ચાલ અંદર. એમ કહીને કપિલા, સુદર્શનને અંદરના ઓરડામાં લઈ ગઈ. જેવા શેઠ અંદરના ખંડમાં પ્રવેશ્યા કે તુરત કપિલાએ ધડાક દેતાં બારણું બંધ કર્યા અને પછી તે ખડખડાટ હસવા લાગી. સુદર્શનૂક્યાં છે કપિલ? કપિલાતે બહારગામ ગયા છે. સુદર્શન–તે કણ માંદુ છે? કપિલા-માંદુ કેઈ નથી. માંદી તે હું છું. મારા મનને જવર લાગુ પડે છે. એનું નામ છે કામજવર. અને કપિલાએ સ્ત્રીચરિત્ર પ્રકાયું. નિર્લજજ થઈને ગમે તેવા ચેનચાળા કરવા લાગી. સુદર્શન શેઠ તે ડઘાઈ ગયા. હવે શું કરવું ? પિતાનું શીલ સાચવવા માટે જરૂર [11]

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172