Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ [૧૪૯]. જી હજાર માણસો બેસી શકે અને સામાન્ય અવાજે બોલાય છતાં બધા સાંભળી શકે, એવા : મોટા હોલ બાંધી શકાય છે. તમારે લાભ લેવો હોય, તમારા કલ્યાણાર્થે કાંઇક મેળવવું હોય, - તો તે માટે તે ખર્ચ કરવો જ રહ્યો. તમારે તે કરવું નથી, અને માઈક પકડાવી દેવું છે! 8. A આ ખૂબ જ અનુચિત રીતિ છે ! ' (૯) ઉજમણું–તપ કર્યા પછી, તેનો ઉલ્લાસ વ્યકત કરવા માટે ઉજમણું છે. બીજ, પાંચમ, એકાદશી, વર્ષ તપ વગેરે તપ કર્યા પછી તેના ઉલ્લાસ માટે ઉજમણું છે. આ ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણે મૂકવામાં આવે છે, તેમાં કેટલો સુંદર વૈજ્ઞાનિક વ્યવહાર સચવાય છે ! ઉજમણામાં જેટલા છોડ તેટલા પુડીઆ, ચંદરવા હોય. જે ગામમાં સાધુ મહારાજ વ્યાખ્યાન આપે ત્યારે ત્યાં પુંઠીઆ-ચંદરવા બાંધવા માટે ન હોય તો આ ઉજમણામાંથી સહેલાઈથી મળી જાય. વળી સાધુ-સાધ્વીને નિર્દોષ ઉપકરણો મળે. વળી દેરાસરમાં તે જોઈતાં સાધનો કુંડી, ડોલ, વાટકી, રકાબી, ચામર વગેરે મળે. કોઈને ખબર પડે કે અમુક , ગામમાં સામગ્રીની જરૂર છે તો આવા ઉજમણા કરનારને ખ્યાલ આપો. આમ ગામે ગામ જોઇતી સામગ્રી, પિસાના માધ્યમ વગર મળે. સાધુ-સાધ્વી માટે કોઈ સામગ્રી સ્પેશિયલ ન બનાવાય. તેવી બનાવેલ સામગ્રી સાધુ-સાધ્વીને ન ખપે. આ ઉજમણુની સામગ્રી તે તેમને

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172