________________
છે.
આ પ્રમાણે દશ ગણું વધતા જવાનું હોય છે.
આમાં એકલડાયું એટલે એક સ્થાને બેસી લેશ માત્ર હાલ્યા ચાલ્યા વિના ખાવાનું. તદ્દન સ્થિર થઈ બેસવાનું. ફકત હાથ થાળીમાંથી મોઢા સુધી, જાય, અને આંખ ઉપર નીચે ફરે; બસ, આ સિવાય કોઈ અંગ હાલવું-ચાલવું જોઈએ નહીં. બોલવાનું પણ નહિ, તદ્દન મૌન રહેવાનું. જરાય હાલી જવાય તે પ્રાયશ્ચિત્ત લેવાનું. વળી ઊઠતી વખતે ઠામ ચોવિહારનું છે પચ્ચખાણ કરવાનું. એકદત્તી એટલે એક ધાર, એકી સાથે જે વસ્તુ ધારાબદ્ધ અપાય તેને
એક દત્તી કહેવાય. એકી સાથે ચાર રોટલી મૂકી તો તે એક દત્તી કહેવાય. પછી બીજી વધારે જેટલી લેવાય તો તે બીજી દત્તી થઈ ગઈ. દત્તી એટલે એક વખતનું ધારાબ દાન. આપતાં આપતાં જે ધારા તૂટી તે દત્તી બદલાઈ જાય. તપ કરનારે દત્તી ધારવાની. જેટલી દત્તી ધારી હોય તેટલી દત્તી જ લેવાની. વધારે ન લેવાય. દત્તી મનમાં ધારવાની તે કોઈને કહેવાની નહીં.
ધારા તૂટે એટલે એ દત્તી પૂરી થઈ ગઈ. એક ધારા તે એક દત્તી સમજવાની. રોટલીમાં ગોળ મૂકીને 8િ જ આપવામાં આવે તો તે એક દત્તી કહેવાય. દ્રવ્ય તેટલી દત્તી નહીં, પણ જેટલી વખત ધારા થાય
કે ધારાબદ્ધ અપાય તેટલી દત્તી સમજવાની. દરીને દ્રવ્ય સાથે સંબંધ નથી. ધારા ચાલુ હોય છે અને કદાચ બેધ્યાન થઈ જવાય અને ધારા તૂટી ગઈ તો તે દત્તી પૂર્ણ થઈ ગણાય. કેઈએ
છે.