________________
પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે દિવસ
સાધ્વીજીને સાચું ભાન થયું અને તે વિચારણાથી તેમનું માનસ પલટાયું. તેમને થયું કે, મેં કેવા ખરાબ વિચાર કર્યો ! આજે સાક્ષાત પ્રભુ અહીં છે. તેઓ દેશના આપી રહ્યા છે. ચાલ, હું ત્યાં જઉં અને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કરી લઉં.” પ્રાયશ્ચિત લેવાના વિચારે લક્ષમણુ સાધ્વીજી જ્યાં પગ ઉપાડે છે ત્યાં વળી બીજું જ તોફાન જાગી પડે છે. પગ ઉપાડતા જ તેને કાંટો વાગે છે. અને અપશુકન ગણવામાં આવે છે. લમણાને વિચારે આવવા લાગ્યા. હું મહાસતી સ્ત્રી, બાળ વિધવા, ઉચ્ચ કક્ષાનું શિયળ પાળનારી છતાં આવું કહીશ તે કેવું ખરાબ દેખાશે ? હવે શું કરવું ? લમણએ વિચાર્યું કે પ્રાયશ્ચિત તે કરવું ઉં જ છે પણ પોતે આવું પાપ કરેલ છે તેમ કહેવાને બદલે, “કેકને આ વિચાર આવે તો
શું પ્રાયશ્ચિત આવે ?’ એમ ભગવાનને પૂછવું, અને ભગવાન જે કહે તે પ્રાયશ્ચિત કરી લેવું. આવું નકકી કરીને લમણા દેશનામાં ગયા.
દેશના પૂરી થઈ. લક્ષ્મણ સાધ્વીજીએ ભગવાનને માયાથી બીજાના નામે પૂછયું. ત્રિલોક ગુરૂ સર્વશ પરમાત્મા તો જાણે જ છે કે કેકના નામે લક્ષ્મણ સાધ્વી જે પૂછે છે તે પોતાની
જ વાત છે. પણ ભગવાન કાંઈ બોલતા નથી; અને કાંઈ પણ પૂછતા નથી કે, “આમ શા પ્ત માટે પૂછો છો? આ તે માયા છે; સીધી રીતે પૂછે ને ? પણ ભગવાન જાણે છે કે, આ
(૧૧૬]
છે