________________
[૧૧૭]
'જીવની ભવિતવ્યતા જ એવી છે. તેને માટે હવે કોઈ ઉપાય થઈ શકે તેમ નથી.” માયાના
આ પાપને કારણે ૮૦ ચોવીશી સુધી તેમના જીવ સંસારમાં ધકેલાઈ ગયે. હવે આવતી જ [એંશીમી] ચોવીશીએ લક્ષ્મણ સાધ્વીજીને આત્મા ક્ષે જશે.
શાસન વ્યવહારથી ચાલે છે. બાળ કક્ષાના જ બાહ્ય આચારને જોતાં હોય છે. માટે આચારની અશુદ્ધિ બિલકુલ ચાલી શકે નહિ. લક્ષ્મણે સાધ્વીજીએ પ્રાયશ્ચિત્ત તો તરત કરી શકે લીધું પણ મનમાંથી ડંખ ન ગયે. “બીજા કોઈ આવું કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?” આ છે રીતે ભગવાન આગળ માયા કરીને પાપ કર્યું હતું એટલે તે ધોઈ નાખવા માટે પોતાની મેળે વધુને વધુ તપ કરવા લાગ્યા. કુલ ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યો. તે આ પ્રમાણે–૨ ઉપવાસને પારણે ૩ ઉપવાસ : ૩ ઉપવાસને પારણે ૪ ઉપવાસ : ૪ ઉપવાસને પારણે પ ઉપવાસ : આ પ્રમાણે ૧૦ વર્ષ સુધી તપ કરે છે. પછી ૧ ઉપવાસને પારણે ૧ ઉપવાસનો તપ ૨ વર્ષ કરે છે. પારણામાં પણ લુખ્ખી નીતિ કરે છે. ત્યાર બાદ ફકત શેકેલું અનાજ ખાઈને ૨ વર્ષને છે તપ કરે છે. ત્યાર બાદ માસખમણને પારણે મા ખમણ લાગલગાટ ૧૬ વર્ષ કરે છે. ત્યાર બાદ સતત આયંબિલનો તપ ૨૦ વર્ષ સુધી કરે છે. આમ કુલ ૫૦ વર્ષનો ઘોર [૧૧૭] તપ કરે છે. છતાં માયાનું પ્રાયશ્ચિત્ત થયું નહિ.