________________
[૧૨૩]
જિનભકિતનો મહિમા અજોડ છે. તેના દ્વારા પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવાય છે. દયા કરતાં / કૃતજ્ઞતા ચડિયાતી છે. દયામાં અહંભાવ પોષાય છે. કૃતજ્ઞતામાં અહંનું નામ નિશાન નથી. અહંકારનો નાશ થયા વિના કૃતજ્ઞતા દર્શાવી શકાતી નથી. - વજસ્વામીજી એક વખત વજસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર દિશામાં ગયા. ત્યાં ભયંકર દુકાળ પડશે. જેન સંધ છિન્નભિન્ન થવા લાગે. ખાવાના ભયંકર ફાંફા પડવા લાગ્યા. બધાએ વજસ્વામીજી મહારાજને વિનંતિ કરી, “સાહેબ ! આ ઘોર દુકાળમાં બધા સાફ થઈ જશે. તે કાંઈક કયા કરે કે જેથી ધર્મ કાંઈક સચવાય. વજસ્વામીજીએ એક મોટો ) પટ વિકએં. તેની ઉપર બધાને બેસાડી દીધા. પોતાની વિદ્યાથી આકાશમાર્ગે તે બધાને જી લઈને ઊડ્યા અને પુરી નામની નગરીમાં બધાને ઉતાર્યા. ત્યાં સુકાળ હતો. પણ ત્યાં બીજી મુકેલી ઊભી થઈ પુરીનો રાજા બૌદ્ધ હતું. ત્યાં જેનોની વસતિ વધુ હતી. થોડાક જ બૌદ્ધો હોવા છતાં પણ રાજા બૌદ્ધ હતો, તેથી તેમના પક્ષે રહેતે. જેનો સાધન સંપત્તિવાળા હતા. તેઓ પૂરા ઠાઠમાઠથી પ્રભુભકિત કરતા. મેં માગ્યા દાન આપીને કુલ ખરીદી લેતા. બૌદ્ધો કાંઈક ગરીબ હોવાથી પૂજા માટે જોઇતાં દ્રવ્ય ખરીદી લેવાને જેનેની સ્પર્ધામાં ઊભા રહી
[૧૩] શકતા ન હતા.