________________
[૧૧]
માં
પ્રત્યે, નપુંસકને સ્ત્રી અને પુરુષ બન્ને તરફ તે તે વેદના ઉદયથી વાસના જાગે છે. આ
આસકિત કેવી હોય છે, તેને સમજાવવા શાસ્ત્રકારોએ ઉદાહરણ આપ્યા છે. પુરુષવેદની આ આસકિતનો ઉદય તૃણનાં દાહ જેવા હોય છે. તૃણુ એટલે ઘાસ. ઘાસ સળગે જલદી અને તે હલવાય પણ જલદી. પુરૂષને સ્ત્રી પ્રત્યે વાસના જલદી જાગે અને તે વાસના શાંત પણ જલદી થઈ જાય. સ્ત્રીવેદન ઉદય તે બકરીની લીંડીના દાહ જેવો છે. બકરીની લીંડીને સળગાવે તો તેનો ભડકો જલદી ન થાય તે સળગે ધીમે ધીમે અને તે શમે પણ મોડે મોડે. વળી ઘાસના અગ્નિનો તાપ આકરો નથી હોતો. લીંડીના અગ્નિનો તાપ આકરે ખૂબ હોય છે. સ્ત્રીને પુરૂષ પ્રત્યે એકદમ વાસના ન જાગે, પણ જાગી ગયા બાદ તે એકદમ શમે પણ નહીં. નપુંસક વેદનો ઉદય નગરના દાહ જેવો છે. નગરને આગ લાગે, પછી તે શમે જ નહીં. આખું નગર ભડકે બન્યા જ કરે. અસ્તુ; હવે મૂળ વાત ઉપર આવીએ.
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય છે. તેમાં અમને તપ-તે શું કર્તવ્ય છે. જે તપ નિશ્ચિત કરેલ છે, તે તપ ન કરે તે પ્રભુની આજ્ઞાને ભંગ થાય. અશકત હોય, ગ્લાન હોય, પથારીમાં પડ્યા હોય તો તેણે છેવટે ૬૦ બાંધી નવકારવાળી તે ગણવાની. વીતરાગની આજ્ઞાને ભંગ એ ભંયકર પાપ છે તેથી આજ્ઞાભંગ કઈ રીતે કોઇથી ન થાય.
છે
[૧૯]