________________
હતા, ઉપશાન હતા. પ્રભુની જે સિદ્ધિ તે જ આપણી સાધના. પ્રભુના શાસનમાં મળે છે શાંતતા, પ્રશાન્તતા અને ઉપશાન્તતા. જૈન ધર્મ પામીને શું શીખવાનું? શું મેળવવાનું? એનો એક જ ઉત્તર છે; શાંત થવાનું, પ્રશાંત થવાનું, ઉપશાંત થવાનું. માટે જ કલ્પસૂત્રમાં કહ્યું
છે કે જે ખમાવે છે તે આરાધક છે, જે ખમાવતો નથી તે આરાધક નથી; ખમાવવું એ જ સ ઉપદેશનો અને શ્રમણ્યનો સાર છે. જ્યાં વૈરભાવ છે, ત્યાં આરાધના નથી; જયાં જે વૈરભાવ નથી, ત્યાં જ આરાધના સુંદર થઈ શકે છે. આ આરાધના ઉપર બીજી બધી
આરાધનાઓ આધારિત છે. ઝગડા કરે, વૈર રાખો અને પછી આરાધના કરો, તેમાં કાંઈ ભલીવાર આવે નહીં, ભલે પછી તમે આરાધનાનો પ્રયત્ન કરતા હો પણ તે પાણીને વલોવવા બરાબર છે, જરાક પણ અપરાધની વૃત્તિમાં રહીએ તી ધર્મ જાગતો નથી. સર્વ પ્રત્યે અર્વર સાધીએ તો જ નવકાર મંત્ર સ્મરવામાં અને આનંદ આવે. ત્યારે જ સમાધિ સરસ થાય.
કઈ પણ ક્રિયા કરતાં પહેલાં “ઈરિયાવાહિયં કરીએ તેમાં જે મે જવા વિરહિયા કહેતા બધા નું સ્મરણ થાય અને છેલ્લે તસ્સ મિચ્છામિ દુક્કડમ કહેવા દ્વારા ઘણાં પાપનું વિસર્જન કરાય. ત્યાર પછી આત્માને લાગેલ પાપ અંગે પ્રાયશ્ચિત્ત કરવા માટે, શલ્ય રહિત વગેરે બનવા માટે, પાપ કર્મોનો નાશ કરવા માટે કાયોત્સર્ગ કરીએ છીએ.
કિ