________________
હવે શું કરવું ? તેમણે ભગવાનનું સ્મરણ કર્યું. નવકાર મંત્રનું ધ્યાન શરૂ કર્યું અને ધનાસુતારની પોળમાં રહેતાં સોમચંદ શેઠ પર એક હૂંડી લખી આપી. તે કાગળ લઈ જ લેણદાર શોધતો શોધતો સોમચંદ શેઠ પાસે પહોંચ્યો. હુંડીના કાગળમાં લખ્યું હતું, “કે છે આવનારને એક લાખ રૂપિયા આપશે.”
સેમચંદ શેઠે તે કાગળ ફેરવી ફેરવીને વાં . આ સદાચંદ શેઠનું ખાતું તો તેમના 2 ચોપડામાં કયાં ય નજરે પડતું નથી. તેમને વિચાર આવે છે કે, “એક લાખ રૂપિયા માટે બસ
લખવાનું સાહસ કોણ કરે ? આવું કેમ લખી આપે ?” આવા વિચારમાં ને વિચારમાં સોમચંદ શેઠ તે કાગળ સામુ જોયાં કરે છે. ત્યાં કાગળ જરાક ઉપસી ગયેલે જણાયો. તેથી ખાત્રી થઈ કે અહીં આંસુ પડેલ હોવાં જોઈએ. આ કોઈ આબરૂદારે રડતી આંખે આંસુ પાડતાં આ કાગળ લખી આપેલ છે. આમે ય સોમચંદ શેઠે સદાચંદ શેઠની ખ્યાતિ સાંભળી હતી. હા...એક બીજા સાથે વેપારી સંબંધ-લેણદેણીનો સંબંધ ન હતો. સેમચંદ શેઠે પેલા
વેપારીને એક લાખ રૂપિયા ગણી આપ્યા. વગર ખાતાએ ફકત એક સાધમિક ભાઈ ગણીને તેના ૨ પ્રત્યે ભકિત દર્શાવવા માટે જોયા-જાણ્યા વગર એક લાખ રૂપિયા આપ્યા ! કેવું જવલંત
સાધર્મિક વાત્સલ્યનું ઉદાહરણ ! -