________________
[૧]
HERE
કરતાં કમાણી પણ સારી થશે.
સાંતનુ તે હાર લઇને ભારે હૈયે જિનદાસ પાસે ગયા. જિનદાસ તેને જોઇને બધું સમજી ગયા, સાંતનુએ લથડતે હાથે ધીમેથી હાર કાઢીને શેઠને આપ્યા. તેની માંગણી મુજબ, જિનદાસે પાંચ હજાર રૂપિયા હાર ઉપર આપી દીધા. સાંતનુ પાંચ હજાર રૂપિયા લઇને ધેર આવ્યા. કુજીએ કહ્યું કે જે શાસનમાં જન્મ લીધે તેમાં ઝટ ઝટ મરી જવાની તૈયારી ન જોઇએ. આ જીવન બરબાદ કરવા માટે નથી મળ્યું પણ આબાદ કરવા માટે મળ્યું છે. તેમ જરા ય ચિંતા કર્યાં વિના આ નીતિના ધનથી ધંધા કરો. પછી જુએ કે નીતિનું ધન શું કામ કરે છે ? ” સાંતનુ નીતિના ધનથી ધંધા કરે છે. પણ જે ચારી કરી છે તેના પશ્ચાત્તાપ ખૂબ થાય છે. સાંતનુના વેપાર વધ્યા, તે પૈસા કમાયા. સારી કમાણી થયા બાદ હાર ઉપર લીધેલ રકમ ઉપરાંત વ્યાજની વધુ રકમ લઇને જિનદાસ પાસે ગયા અને બાલ્યા, “શેઠ, આ આપની રકમ લઈ લે.”
*REE
શેડ–“હા, લાવા. દીકરા ! પેલા હાર લાવ. આ શેઠને તે પાછો આપ.
સાંતનુએ હાથ જોડયા. તે રડી પડયા. તે બાલ્યા, કાના હાર મને આપે છે ? ચારીના (૯૧ માલ પાળે આપા છે ? ”