________________
પર્યુષણ પર્વના પાંચ કચે
કર્તવ્ય અમારિ પ્રવર્તન
દિવસ–
જી હજુ મેં વિહાર ખેંચ્યો હોત તો શું ત્યાં ન પહોંચી શકાત ?
પણું બધું નકામું હતું હવે ! તેમનું હૈયાફાટ રૂદન-અતિ કરુણ કલ્પાંત, જોયું જેવાતું ન ૪ હતું. સંઘ તેમને ખૂબ ખૂબ આશ્વાસન આપવા લાગ્યો. ત્રણ દિવસ કાંઈ ખાધું પીધું નહીં. બેભાન જેવી અવસ્થામાં રહ્યા.
હીરસૂરિજી ગયા તેમની સાથે જાણે જૈન શાસનનું જવાહીર ગયું. સાધુ સંસ્થા ત્યાર પછી નબળી પડી. પછી તો યુગ આવ્યો યતિઓનો. હજારો યતિઓ થઇ ગયા. સેનસૂરિજીનું કલ્પાંત જાણે ભાવિના અમંગળની એંધાણી હતી. હીરસૂરિજીએ ચોમાસામાં શા માટે સેનસૂરિજીને બોલાવ્યા હશે?
અનુમાન કરતાં એમ જાણી શકાય કે, “શાસનની રક્ષા માટે અમુક વસ્તુ, મંત્ર કે ગુમ બાબત તેમને આપવી હશે.”
હીરસૂરિજી મહારાજે ભાવિના એંધાણ જાણ્યા હશે. શાસનની પ્રભાવના સતત થતી રહે તે માટે વિનાશના પૂર સામે ટકી શકાય, તે માટે કઈ પરંપરાથી મળતી વસ્તુ આપવાની પણ હોય!
હીરસૂરિજીને છેલ્લે આજ્ઞા-મંત્ર-આમ્નાય કે જે ગુરૂ પરંપરાએ પ્રાપ્ત થયા હોય તે આપવાના હોય. આવી કેટલીક સંભાવના હશે.
છે