________________
પર્યુષણુ પર્વને
પાંચ
કર્તવ્ય
કર્તવ્ય
સાધર્મિક
૧ લે
વાત્સલ્ય
દિવસ
માંડવઢગના મંત્રી જ્યારે તેને ભેટી પડે અને ઘરે આવવાનું આમંત્રણ આપે પછી કેણું તેનો અસ્વીકાર કરી શકે ? - પિથડ રાજદરબારમાં જાય અને સાધર્મિકને બહુમાન સાથે ઘરે મોકલે ત્યાં તેમની પત્ની તેમની આગતા-સ્વાગતા કરે. વાતચીત દરમ્યાન પૂછી લે કે તે ક્યાંથી આવે છે ? તે શે ધંધો કરે છે ? અહીં શા માટે આવવું થયું છે ? શાની તમને જરૂર છે ? આ બધું ભક્તિ ભાવથી જાણી લે. પછી તેને શી પહેરામણી કરવી તે નક્કી કરે, કોઈને શ્રીફળ તો કોઇને સોનામહોરો આપે. એવી પહેરામણી કરે છે તે સાધર્મિકને અર્થની કે કોઈ બાબતની ચિંતા ન રહે, તેને હેરાન થવું ન પડે. આ પૌષધશાળા-દેરાસર વગેરે ધર્મસ્થાનકે સાચવે છે કોણ? આપણા સાધર્મિક-પૌષધ કરનારા સામાયિક, પ્રતિક્રમણ કરનારા-સાચવે છે. ખદબદતા સંસારમાં તેઓજ વિરતિ ધર્મને સાચવે છે. ગૃહસ્થામાં પ્રભુશાસનના સાચા રખેવાળ જ આ વિરતિધર શ્રાવકૅ છે; ક્રિયાકારક છે. • ' પ્રભાવના તરીકે સોપારી, બદામ કે પતાસા ગમે તે હોય પણ તે ભાવના કરતાં ચઢીઆતી છે. પેથડ શેઠ સાધર્મિકને પોતાને ઘરે મોકલી આપે ત્યાં પહેરામણી રૂપે અર્થાદિની ભકિત કરાતી. બક્ષીસ રૂપે નહીં. ચાંલ્લો કરીને તે બહુમાન કરવામાં આવતું. આથી લેનારનું ગૌરવ હણાય
!