________________
[૫૫]
અણબનાવ થાય છે, તેથી તે દૂર થાય તેવું કાંઈક આપે
આનંદઘનજીએ તે અંગે ખૂબ ના પાડી. પણ રાણીએ હઠ પકડી. ત્યારે આનંદઘનજીએ એક કાગળની ચીઠીમાં કાંઈક લખ્યું. તે રાણીને આપ્યું, અને બરાબર સાચવવા કહ્યું. આ છે રાણીએ તાવીજ જેવું બનાવીને પિતાના ગળે બાંધ્યું.
હવે બન્યું એવું કે રાણીને ટૂંક સમયમાં જ ભયંકર બિમારી આવી. આમ તે કેટલાય વર્ષ સમયથી રાજા રિસાઈ ગયો હતો, પરંતુ રાણીની બિમારી વધુ પડતી જોઈને જાણે તે મરવાની અણી ઉપર છે એમ સમજીને-રાજા તે રાણીની સારવાર કરવા લાગ્યો. થોડા દિવસોમાં રાણીની ઘાત ગઈ અને રાણી સારી થઈ ગઈ. સાથોસાથ-નજીક આવતાં–બે વચ્ચેનું વૈમનસ્ય પણ ટળી ગયું.
એક વાર રાજા અને રાણી વાતો કરતા હતા ત્યાં વાતવાતમાં રાજાએ કહ્યું કે, “આપણી વચ્ચે કેવા સરસ સુમેળ થઈ ગયો?
રાણું–થાય જ ને ? રાજા–કેમ ! કેવી રીતે થાય? રાણી-તાવીજથી-મહાત્માજીની કૃપાથી