________________
જી
[૫૭]
જી સ્વીકારે અને એથી મને અપાર આનંદ થાય ?” અબુલ ફઝલે રસ્તો શોધી કાઢો. એણે
આગ્રાના જે ગ્રંથ-ભંડારમાં મૂલ્યવાન ગ્રંથ હતા તે ભંડાર સૂરિજીને સમર્પિત કરવા કહ્યું આ ક રીતે પણ અકબર કાંઈક ઋણ મુક્ત થવા ઈચ્છતો હતો. અકબરે તે ગ્રંથભંડાર સમર્પિત રે કરવાની પોતાની ઈચ્છા દર્શાવી. પણ હીરસૂરિજીએ તેનો સ્વીકાર કરવાની ના પાડી.
છેવટે અબુલ ફઝલે વચમાં પડીને કહ્યું, “મહારાજ સાહેબ ! અકબરની બધી વાતને આપ છે અસ્વીકાર કરે છે તેથી હવે તો તેમની આંખમાં આંસુ વહે છે. તેમને દુઃખ થાય છે કે ગુરૂ કાંઈ પણ લેતા નથી. તો ગુરૂદેવ, આપ કરૂણું કરો, કાંઈ પણ સ્વીકારે, આપની ખૂબ કૃપા થશે.”
ગુરૂદેવ હીરસૂરિજીએ કહ્યું, “અમારું જીવન અને તમારું જીવન જુદુ છે. આ ગ્રંથે ભંડારની માલિકી મારાથી ન કરાય.” છેવટે રસ્તો કાઢવામાં આવ્યો. હીરસૂરિજીએ કહ્યું કે, “જ્ઞાનભંડાર તમારી પાસે રાખો અને તેમાંથી કોઈ પણ પુસ્તક અમારે જોઈતું હશે તો તે અમને સહેલાઈથી મળે તે પ્રબંધ કરે.”
આ સાંભળી અકબર ખુશ ખુશ થઈ ગયો. ઘોર હિંસાત્યાગ :
અકબરની શિકાર લીલા કેવી ઘોર હતી તે એક જ વાત ઉપરથી સમજાઈ જશે કે આમાથી
જ
[૫૭]