________________
કર્તવ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે
દિવસ
જ તો તે જીવ અનંતસંસારી થાય છે.” જાણતાં કે અજાણતાં પણ આપણાથી ધર્મશાસનની જી.
અવહેલના ન થાય તેની ખૂબ કાળજી કરવી. તેમજ એવું કદી ન બોલવું કે કદી ન વર્તવું કે જેથી સામી વ્યક્તિને શાસનની અવહેલના કરવાની તક મળે યા તે માટે પ્રેરણું થાય.
કઈ જગ્યાએ શૌચવાદી બ્રાહ્મણ રહેતા હોય ત્યાં તેવું કાર્ય ન કરવું જેથી આપણું પ્રત્યે અમારિ યા આપણું ધર્મ પ્રત્યે તિરસ્કાર છૂટે. અમે ઈંડિલ ભૂમિ જઈને પાછા આવતા હોઈએ ને પ્રવર્તન સમજે કે રસ્તા ઉપર પડેલ ગ્લેમથી. પગ ખરડા–તે અમે પહેલાં જમીન પર પાણી નાંખીએ અને પછી તે પાણી ઉપર ખરડાયેલ પગનો ભાગ ખૂબ ઘસી નાંખીએ. પણ છબ- ને છબિયાં થાય તેવી રીતે પાણી ઢોળીએ નહિ અથવા તો ખરડાયેલ ભાગ ઉપર ઊંચેથી પાણી ન રેડીએ. પણ જે સામે એટલે જ બ્રાહ્મણે બેઠા હોય તો હાથે કરીને ખાસી અડધી તર૫ણી પાણીને ઉપયોગ કરીએ. જે તે વખતે આમ ન કરીએ તે તેમના મનમાં અણગમો ઉસન્ન છે થાય કે, “જોયા, જોયા હવે જૈન સાધુ ! પગ પણ બરાબર દેતા નથી ! કેવા ગંદા આ જૈન વાણિયાના સાધુ !” આવી તિરસ્કારવૃત્તિ તેમના મનમાં ન જન્મે તે ખાતર પણ જાણીને તમે વધુ પાણીએ પગ ધોવા પડે. આમ શાસન-અવહેલનના ભયંકર અધર્મનું નિવારણ કરવું જ જોઈએ.