________________
ગાકે બતાતા હું.” પછી બિહારીદાસે શ્રીકૃષ્ણનું પ્રણિધાન કર્યું. ગીત શરૂ થયું. પછી તો ગાતા ગાતા ઊભા થયા. નાચતા જાય અને ગાતા જાય. આખુંય વાતાવરણ ધ્વનિયમ બની ? ગયું. તે ગીતની લય એવી સુંદર ચાલી કે આજુબાજુના કુલોમાંથી અત્તર જેવી સુગંધ આવવા લાગી. વાતાવરણ ચારે બાજુ મઘમઘી રહ્યું. બિહારીદાસ ગીત પૂરૂં થયેથી નીચે છે બેઠા. શાંત થયા.
અકબરથી રહેવાયું નહીં તે બિહારીદાસના ચરણોમાં પડી ગયો, અને બોલી ગયો ? “આપ કયા ચાહતે હો, મહારાજ ! ફરમાઈએ !” બિહારીદાસે તાનસેનને પૂછયું, “યહ કૌન હૈ?
તાનસેન : “દિલહી કા બાદશાહ અકબર.” ગભરાટભર્યા સ્વરે તાનસેને કહ્યું. બિહારીદાસ: ઇનકો કયું યહાં લે આયા? અબી ઐસા મત કરના ! તાનસેન : માફ કીજીએ, ગુરૂદેવ ! અબ મેં કભી ઐસા નહીં કરુંગા. અકબર : આપ કે કોઈ ભી ચીજની જરૂર હો તો આજ્ઞા ફરમાઈએ. બિહારીદાસ દેખો યહાં નદી બહ રહી હૈ. વહાંકા કતર ઠીક કરવા દિયે..
અકબર ત્યાં જાય છે તો ત્યાં એકલા હીરા જ દેખાતા હતા. આ કતરને ઠીક કરવી હોય * તો અઢળક હીરા જોઈએ. આથી તેણે પોતાની અશકિત બતાડી.
(૫૧)