________________
Sજી સબ બતાતે હો ચલે આગે.” .
અને આમ બધા ચાગળ ચાલ્યાં. કયાંય હીરસૂરિજી મળ્યા નહીં, આમ તેઓ ઊગરી ગયા. દોષિત-વસ્તુની સૂગ ?
તેમની આચારચુસ્તતાનું એક દૃષ્ટાન આપું. તેમની વૃદ્ધાવસ્થા હતી. ચાતુર્માસમાં 83 અંધારૂ થાય ત્યાં સુધી તેઓ શાસ્ત્રગ્રંથ વાંચતા. પ્રકાશ ઝાંખો ઝાંખો આવે તે ય આંખ ખેંચી ખેંચીને પ્રત વાંચે. વધુ પ્રકાશ માટે ઊભા ઊભા તેઓ વાંચતા. આ જોઈ કોઈ ભકતને થયું કે, “સાહેબની વૃદ્ધાવસ્થા છે. ઊભા ઊભા તેઓ વાંચે તે બરાબર નથી, તો તે બારી પાસે આપણે એક ઊંચી બેઠક બનાવીએ, જેથી તે પર બેસી ગુરૂમહારાજ વાંચી શકે.”
ગુરૂદેવ હંમેશ તે ઉપાશ્રયે સાંજને સમયે વાંચવા ખાતર જતા. આજે સાંજે જાય તે પછી AS છે બીજા દિવસની સાંજે જાય. આ ચોવીસ કલાકમાં તો ત્યાં બેઠક બની ગઈ ! સાહેબ તો ૨૪ કલાકે ત્યાં આવે, રાબેતા મુજબ તેઓ ત્યાં આવ્યા ને તેમણે બેઠક જોઈ. તેમને થયું, “આ બેઠક કેમ થઈ ગઈ ?” .
ભક્તો જાણે વહાલા થતા દેડતા આવ્યા, અને બોલ્યા: “સાહેબ, આ વ્યવસ્થા આપને માટે થઈ છે. આપ ઊભા ઊભા વાંચતા હતા ! હવે આ૫ આના ઉપર બેસી, આરામથી વાંચો.” 23.