________________
[૩૭].
માનશે ? શેઠાણીએ દીકરાને વાત કરી. દીકરાએ તે વાત બાપને કરી.
શેઠ: એ બધા વહેમ છે. હવે મૂકે વાત, દીકરો ? પણ ન જવાય તો વાંધે છે?
શેઠાણી : વહેમ હોય તો વહેમ. હું તમને નહીં જવા દઉં. આમ બધાની રકઝક વચ્ચે છેવટે જવાનું મુલતવી રાખ્યું.
છટઠ દિવસ થયો ને છાપામાં સમાચાર આવ્યા કે લંડન જતું વિમાન સળગી ગયું અને તેમાં બેસનારા બધા બળી ગયા! શેઠ શેઠાણીને શાબાશી આપી. શેઠાણીએ કહ્યું, “આપણે
પેલા ચોકીદારને જબરજસ્ત ઇનામ આપીએ” શેઠે ચોકીદારને બોલાવ્યો અને કહ્યું, “આ લે As રૂ. ૫૦૧ ઈનામના, તેં મારે જીવ બચાવ્યો તેના; અને તેની સાથે જ આવતી કાલથી # નોકરીમાંથી ડીસમીસ !”
શેઠાણી બરાડી ઊઠયા, “જેણે તમારે જીવ બચાવ્યો તેને ડીસમીસ કરવાનો ! આ તે કેવો ન્યાય?”
શેઠ: જીવ બચાવ્યો તેના ઇનામમાં તો ૫૦૧ રૂપિયા આપ્યાં. પણ?તે હતો રાતનો ચેકીયાત. તેને સ્વપ્ન આવ્યું એટલે તે ઊંઘી ગયેલો એ વાત નક્કી થઈને ! ઊંઘવા દ્વારા તે ચોકિયાતે જાગતા રહેવાની મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. હા. ઊંઘવાથી જરૂર લાભ થયો કે તેને સ્વપનું !
છે
[૩૭]