________________
૫યું વર્ષ પર્વના
જ ૧ લું છે. કર્તવ્ય
અમારિ
કર્તવ્ય ૧ લે દિવસ
પ્રવર્તાન
ભયંકર કરતા જાણી શકાય તો જ તેની વિરૂદ્ધની હીરસૂરિજીની શ્રેષ્ઠતા જાણી શકાય.
અકબર ખૂબ ક્રોધી હતો. અકબરને સંગીતનો ઘણો શોખ હતો. તે સૂઈ જાય ત્યારે ત્યાં બેઠેલ નેકરે સંગીતકારને સંગીત બંધ કરવાનું કહેવાનું. એક વખત અકબર સૂઈ ગયે, પણ સંગીતની રમઝટ બંધ ન પડી. સંગીતમાં નોકર પણ એકાકાર થઈ ગયો હતો. થોડા સમય પછી અકબર એકદમ ઝબકીને જાગી ગયો. પેલું સંગીત હજુ ચાલું હતું, એટલે અકબરને પિત્તો ઉછો . અકબરે નોકરને કહ્યું. “ અહીં આવ.”
અને પેલા નોકરને પોતાની ભૂલ સમજાઈ. તે તો ખૂબ ખૂબ ગભરાઈ ગયું. તે ધ્રુજવા લાગ્યો. અકબર :- કેમ સંગીત બંધ કરવાનું ભૂલી ગયો? નોકર શો જવાબ આપે ?
બીજે દિવસે અકબરે નોકરને દરબારમાં બેલાવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં તેની ગળચી પકડી, ઊંચકીને ધરતી ઉપર ફેંકી દીધો. તે નોકરની ખોપરી ફાટી ગઈ. નજીવી ભૂલ માટે કેવી ભયંકર શિક્ષા કરી ? કવિ ગંગ:
અકબરનાં રાજદરબારમાં ગંગ નામના હિંદુ કવિ હતા. અકબરના નવ રત્નમાંથી તે એક હતા. તેમણે અકબરનો આશ્રય શો ત્યારે તેમના મિત્રોએ અકબરને ત્યાં જવાની ના