________________
પ્રકરણ ૨
જું.
આ વખતનો દેખાવ જાણે વકીલ નવનીતરાય જાહેર મેદાનમાં ઉભા રહી ભાષણ આપતા હોય તેવો ઘડીભર બની રહ્યા. તેમના બુલંદ અવાજથી ફરવા આવેલા લેકો આકર્ષાઈ આસપાસ ઉભા રહી એક ચિત્તથી સાંભળતા હતા. આવા ભાષણ રૂ૫ વાર્તાલાપમાં અંધારું થવા લાગ્યું કે તેઓ ત્યાંથી ઉઠી સાથે સાથે વાત કરતાં બાગમાંથી ઘર તરફ ગયાં.
પ્રકરણ ૨
.
પ્રેમાળ પરેપકારી દમ્પતી. * आत्मार्थ जीवलोकेऽस्मिन्को न जीवति मानवः ।
परंपरोपकारार्थ यो जीवति स जीवति ॥ + Sum up at night what thou hast done by day, And in the morning what thou hast to do.
--George Herbert. રાત્રે શયનગૃહમાં રસિકલાલ અને માલતી ગૃહસંસારની વાતે કરતાં હતાં એટલામાં માલતીને “પ્રજાપકાર” વર્તમાનપત્ર સાંભરી આવ્યું કે તરત જ આગલા દીવાનખાનામાં જઈ છાપું લઈ આવી અને ચંપકલાલને ફેટો જેઈ ઉંડા વિચારમાં પડી. થોડીવારમાં તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.
રસિકલાલ માલતીના સાલ્લાના છેડાને રૂમાલ તરીકે ઉપયોગ
• આ દુનિયામાં પોતાના સ્વાર્થને માટે કયો માણસ જીવતે નથી ? પણ જે પરોપકારને અર્થે જીવે છે તે જ ખરેખર જીવે છે.
+ દિવસમાં જે જે કાર્યો કર્યા હોય તેને રાત્રે સૂતી વખતે અને બીજા દિવસે જે જે કાર્યો કરવાનાં હોય તેને સવારે ઉઠતાં એકીકરણ કરી વિચાર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com