________________
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ. ~ ~~~ ~ ~~~~~~~ ~~~ ~ ~~~~~~~V\^^^ ^^^^^^^. ગુરૂ પાસે જઈ આડું અવળું સમજાવી આવી. સાધુએ કપાયમાન થઈ મહાજન એકઠું કર્યું અને તેમને (રસિકલાલને) બેલાવવા માણસ મોકલ્યો.”
તે વાતનું સ્મરણ થતાં ચંદ્રકુમારે કહ્યું “અરે ! એ વાત તે એવી વધી પડી કે રસિકલાલ મહાજનમાં ન ગયા તેથી તેમને સવા રૂપી દંડ કરવામાં આવ્યું. આવી અમારી ધર્મની ઘેલછા અને અંધશ્રદ્ધા છે?”
નવનીતરાયે કહ્યું “ ત્યારે તમારા જેવા ભણેલા ગૃહ આવી દીક્ષા અટકાવવા પ્રયત્ન ન કરી શકે ?”
રસિકલાલે કહ્યું “અમે તે અટકાવવાને “અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” પણું સ્થાપ્યો છે પણ હજુ સુધી કેટલાક લોકે તેમાં જોડાવાને આંચકે ખાય છે. જો કે હૃદય અમારી તરફ છે છતાં જાહેર રીતે બહાર પડતા નથી.”
આ સાંભળી નવનીતરાયે જુસ્સાભેર ભાર દઈ જવાબ આપે “ના, તે ન ચાલે, ભાષણ અને લેખ દ્વારા લોકમત કેળ, સમાજમાં જાગૃતિ લાવ, ખંતથી અને છગરથી તેની પાછળ મંડયા રહે એટલે તમારા ઉપર બીજાઓને પાકે વિશ્વાસ પડશે અને તમારી સાથે જોડાશે. આવાં અઘટિત કામો તો બંધ જ થવાં જોઈએ. જીવદયાને ઇજા લઈ બેઠેલા જેને માટે આવી અયોગ્ય દીક્ષા તે ભારે કલંક રૂપ છે એવી મારી માન્યતા ડોશીના દાખલા ઉપરથી થઈ ચુકી છે. તમારા જેવા સંસ્કારી ગ્રેજ્યુએટ અને તમારાં ધર્મપત્ની અ. સૌ. માલતી બેન જેવાં મૅટ્રિીક થયેલાં સ્ત્રી આવું ગરીબોને મદદ કરવાનું કામ નહીં ઉપાડે તે પછી બીજા કોની પાસેથી તે કામની આશા રાખી શકાશે ? તમે મંડળ સ્થાપ્યું છે તે જાણું અમને સંતોષ થયું છે. તે મંડળને એવું બનાવો કે તે ઠામ ઠામ થતા આવા ત્રાસદાયક અયોગ્ય દીક્ષાના બનાવો કેઈ પણ પ્રકારે અટકાવવા શક્તિમાન થઈ શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com