Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
પાંચ અવ્રતથી વિરત થવું. (૪–૧૦) પાંચ ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયોમાં રાગ ન કરવો, અનિષ્ટ વિષયોમાં વેષ ન કરવો. (૧૧–૧૪) ક્રોધાદિ ચાર કષાયોનો વિરોધ કરવો, ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા, જેમકે ક્રોધનાં ઉદયમાં ક્ષમા ધારણ કરવી, માનના ઉદયમાં નમ્રતા રાખવી, માયાના ઉદયમાં સરલતા રાખવી, લોભના ઉદયમાં નિર્લોભતા ધારણ કરવી. (૧૫–૧૭)પદાર્થોની આવશ્યકતાઓને યથાશક્તિ ઘટાડવી તે કાયિક સંયમ છે. વાણીને કુમાર્ગથી હટાવીને સુમાર્ગમાં પ્રવૃત્ત કરવી, તે વાચિક સંયમ છે. મનને વિકલ્પોમાંથી હટાવીને સુવ્યવસ્થિત અને સુનિયંત્રિત રાખવું; પ્રશસ્ત ચિંતન કરવું, તે માનસિક સંયમ છે. આ રીતે પાંચ આશ્રવનો નિરોધ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો વિજય તથા ત્રણ ગુપ્તિનું ધારણ; સંયમના આ સત્તર ભેદ પણ હોય છે.
અહિંસાના પાલન માટે સંયમના સત્તર ભેદોનું પરિજ્ઞાન આવશ્યક છે. ઉપરોક્ત સંયમના ભેદોને લક્ષમાં રાખીને, યતના એવં વિવેકથી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કોઈપણ જીવના દ્રવ્ય કે ભાવ પ્રાણોની વિરાધના ન થાય.
અહિંસા અને સંયમના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થાય છે કે હિંસાદિ આશ્રવોથી નિવૃત્તિ તે સંયમ અને સર્વ જીવો પ્રતિ સંયમભાવ તે અહિંસા છે. આ રીતે અહિંસા જ સંયમ છે અને સંયમ જ અહિંસા છે. અહિંસા સાધ્ય છે અને તે સાધ્યની સિદ્ધિ માટે જે આવશ્યક નિયમોનું પાલન થાય તે સંયમ છે. જેમ કે સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતનું પાલન અહિંસારૂપ છે અને તેની પૂર્ણતા માટે સમિતિ, ગુપ્તિનું પાલન કરવું તે સંયમ છે. જે સંયમી છે તે જ પૂર્ણ અહિંસક બની શકે છે અને અહિંસક વ્યક્તિ જ સંયમનું પાલન કરી શકે છે. આ રીતે અહિંસા અને સંયમ બંને પરસ્પર સાપેક્ષ છે.
તવો :- તપ-જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મોને તપાવે, બાળે અર્થાતુ નાશ કરે, તે તપ છે. ઈચ્છાના નિરોધને પણ તપ કહે છે. તપનું આચરણ આ લોકની નામના કે પરલોકની કામના માટે નહીં પરંતુ કેવળ નિર્જરા માટે, આત્મશુદ્ધિની દષ્ટિથી કરવામાં આવે તો તે તપ ધર્મ સ્વરૂપ છે.
તપના મુખ્ય બે ભેદ છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ ભેદ છે યથા– (૧) અનશન (૨) ઊણોદરી (૩) ભિક્ષાચર્યા(અથવા વૃત્તિ સંક્ષેપ) (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) પ્રતિસંલીનતા(અથવા વિવિક્ત શયનાસન).
(૧) અનશન :- ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહારનો એક દિવસ કે અનેક દિવસ અથવા જીવન પર્યત ત્યાગ કરવો.
(ર) કણોદરી :- આહાર, ઉપકરણ આદિની માત્રા ઓછી કરવી તે દ્રવ્ય ઊણોદરી છે અને ક્રોધાદિ કષાયોને મંદ કરવા, તે ભાવ ઊણોદરી તપ છે. (૩) ભિક્ષાચર્યા - સાધુઓની અપેક્ષાએ વિશુદ્ધ ભિક્ષા માટે ભ્રમણ કરવું. ગૃહસ્થો માટે દ્રવ્યોની તથા ઉપભોગ્ય વસ્તુઓની પ્રતિદિન મર્યાદા કરવી.