Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦]
શ્રી દશવૈકાલિક સત્ર
ડિજો અરિ ગૃહસ્વામીને કે ઘરની અન્ય વ્યક્તિને ક્રોધનું નિમિત્ત બને છે. કારણ કે સાધુ કોઈ વ્યક્તિ સાથે બેસીને ઘણા સમય સુધી વાતો કરે તો બીજી વ્યક્તિઓને પોતાની પ્રવૃત્તિઓમાં સાધુ નિમિત્તે વિદ્ધ થાય, ખાવાના કે બહાર જવાના સમયમાં વિલંબ થાય; ક્યારેક સ્ત્રી સાથે સાધુને વધારે વાતો કરતાં જોઈ કોઈને અનુચિત લાગે. આ કારણે ઘરના કોઈપણ નાના મોટા વ્યક્તિને સાધુ પર કે તેના સાથે વાતો કરનાર ઘરના સભ્ય પર ગુસ્સો આવી જાય; તેને સાધુ સામે પ્રકટ ન કરે તો સાધુના ગયા પછી ઘરમાં ક્લેશ કંકાશ થાય અને કોઈથી ન રહી શકાય તો તરત જ સાધુને કે વાત કરનાર વ્યક્તિને તિરસ્કારયુક્ત વચન બોલવા લાગે, ઈત્યાદિ ક્રોધના નિમિત્ત બને છે. લુણીનવઠ્ઠi am – આ રીતે ગૃહસ્થને ત્યાં બેસવું તે સાધુને માટે કુશીલ સ્થાન છે, અર્થાત ગૃહસ્થના ઘેર બેસવાથી સાધુના સદાચારનો સંયમાચારનો નાશ થાય અને ક્રમશઃ અનેક અનાચારની નિષ્પત્તિ થાય છે, તેથી શ્રમણોએ આ કુશીલ વર્ધક સ્થાનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. નિમણથરી. - આ ગાથામાં અપવાદ માર્ગ એટલે સપરિસ્થિતિક માર્ગનું (પરિસ્થિતિમાં કરવા યોગ્ય આચરણનું) કથન છે.
અત્યંત વૃદ્ધ, રોગી કે તપસ્વી શ્રમણ પ્રાયઃ ભિક્ષાને માટે જતા જ ન હોય, પરંતુ અસહાય, અભિગ્રહધારી કે સેવાભાવી શ્રમણ વગેરે ભિક્ષા માટે જાય અને ભ્રમણ કરતાં તે થાકી જાય, ત્યારે તે ગૃહસ્થની આજ્ઞા લઈને વિશ્રામ લેવા વિવેકપૂર્વક બેસી શકે છે.
વૃદ્ધ આદિ ત્રણ પ્રકારના સાધુની શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે. તેથી તેઓ માટે બ્રહ્મચર્ય સમાધિ ભંગ થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ત્રણ ગાથામાં ગૃહસ્થને ત્યાં બેસવાથી થતાં દોષોનું સાંગોપાંગ નિરૂપણ કર્યા પછી પણ તેઓને ગૃહસ્થને ત્યાં બેસવાની છૂટ આપી છે.
ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંને જિન કથિત છે. તેથી તે બંને જિનાજ્ઞારૂપ જ છે. સંયમની સુરક્ષા માટે નિષ્કપટ ભાવે તેનો આશ્રય લેનાર સાધુ આરાધક બને છે. પ્રમાદથી કે કપટથી અપવાદ માર્ગનો સ્વેચ્છાએ દુરુપયોગ કરનાર વિરાધક બને છે. અપવાદ માર્ગ સ્વીકારનો નિર્ણય ગીતાર્થ અનુભવી શ્રમણ કે ગુરુ આચાર્યાદિની નિશ્રાથી જ કરવાનો હોય છે. તેથી આ પ્રકારના નિર્ણયો પરિસ્થિતિ અનુસાર વિવેકપૂર્વક કરવા જોઈએ. સત્તરમું આચાર સ્થાન : સ્નાન વર્જન :
वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । ६१
वुक्कंतो होइ आयारो, जढो हवइ संजमो ॥ છાયાનુવાદ: આધતો વા વા, નાનં યસ્તુ પ્રાર્થચતે I
व्युत्क्रान्तो भवत्याचारः, त्यक्तो भवति संयमः ॥