Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.—૯, ઉર્દૂ.−૧ : વિનય સમાધિ
सुच्चाण मेहावि सुभासियाई, सुस्सूसए आयरियप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे, से पावइ सिद्धिमणुत्तरं ॥ ति बेमि ॥ છાયાનુવાદ : શ્રુત્વા મેધાવી સુભાષિતાનિ, શુશ્રૂષયેવાવાર્થમપ્રમત્ત: |
आराध्य गुणाननेकान् स प्राप्नोति सिद्धिमनुत्तराम् ॥इति ब्रवीमि ॥
१७
૩૯૭
શબ્દાર્થ :- મેદાવી - બુદ્ધિમાન્ સાધુ સુભાસિયાŞ = સુભાષિત વચનોને સુવ્વા = સાંભળીને અપ્પમત્તો = પ્રમાદને ત્યાગીને આવરિય = આચાર્યની સુસ્તૂસદ્ – સેવા શુશ્રુષા કરે છે – તે સાધુ અખેને = અનેક મુખે = ગુણોની આRICT - આરાધના કરીને અણુત્તર = સર્વાત્કૃષ્ટ સિદ્ઘિ = સિદ્ધિને પાવડ્ = પામે છે.
ભાવાર્થ :- બુદ્ધિમાન્ સાધક ઉપરનાં સુભાષિતોને, શિક્ષા વચનોને સાંભળીને; અપ્રમત્તપણે પોતાના આચાર્યદેવની સેવા શુશ્રુષા કરે. તે આ રીતે અનેક ગુણોને આરાધી, ઉત્તમ એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મહાગુણોની ખાણ એવા આચાર્યોના વિશિષ્ટગુણો, તેની આરાધનાની રીત અને તેના મહાફળનું કથન કર્યું છે.
મહારા આરિયા... :− આ ગાથામાં આચાર્ય માટે મહર્ષિ વિશેષણ છે અને તે આચાર્ય મહર્ષિને ચાર ગુણોની ખાણ એટલે ગુણ ભંડાર કહ્યા છે. તે ચાર ગુણ બે પદમાં છે.– (૧) સમહિનોને = આ સપ્તમી એક વચનનો પ્રયોગ છે (૨) સુવલીત બુદ્ધિ = આ ત્રણ ગુણોનો સમાસ યુક્ત એક શબ્દ છે અને આ પણ સપ્તમી એક વચનનો પ્રયોગ છે. આ બંને પદોને મહĪVRĪ શબ્દ સાથે અન્વય કરતાં અર્થ થાય છે કે— તે મહર્ષિ આચાર્ય (૧) સમાધિ યોગ (૨) શ્રુત (૩) શીલ અને (૪) બુદ્ધિની ખાણ સમાન હોય છે. મહાĪRT :– મોટી ખાણ. આચાર્ય જ્ઞાનાદિ ગુણરૂપ ભાવરત્નોની મહાન આકર–ખાણ સમ હોય છે. તેમના ગુણોનું કથન સૂત્રકારે સમહિનોને, સુસી વુદ્ધિ શબ્દો દ્વારા કર્યું છે.
समाहिजोगे :– સમાધિયોગ એટલે સમાધિવંત યોગોવાળા. તેઓના મન, વચન અને કાયારૂપ ત્રણે ય યોગ પૂર્ણ સમાધિસ્થ હોય છે; કોઈ પ્રકારની અસમાધિ તેઓને હોતી નથી.
સુયલીતબુદ્ધિમ્ :– આચાર્ય– (૧) શ્રુત સંપન્ન—શ્રુતજ્ઞાનના ભંડાર (૨) શીલ એટલે ચારિત્ર ગુણોના ભંડાર (૩) બુદ્ધિ નિધાન એટલે ચારે ય પ્રકારની બુદ્ધિના સ્વામી હોય છે.
મહેથી ઃ– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઋષિ મુનિઓમાં મહાન તે મહર્ષિ (૨) મહા સ્થાન