Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 595
________________ પરિશિષ્ટ-૩ . [ પ૩૫ ] (૭૯) આહાર કરતાં મુખથી ચવચવ કે સુડ–સુડનો અવાજ કરે અર્થાત્ સબડકા લઈ આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સુચન આ પ્રમાણે (૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે. તો પ્રાયશ્ચિત્ત. (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૨) મુનિ પહેલાં કંઈ પણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની પાછળ જઈ ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત. (૮૪) મુનિ પાસત્કા-શિથિલાચારી સાધુને આહાર દે અને તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત. (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુણિત અને નિંદિત ગહિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત. (૮૬) મુનિ શય્યાદાતા(રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલીનો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત. (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયો સેવન કરે તો પ્રાયશ્ચિત્ત. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત દશવૈકાલિક સત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે (૮૮) મુનિ, વરસાદ વરસતો હોય, ધુંઅર પડતી હોય ત્યારે ગૌચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય. (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે સણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૨) ફૂલ બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનો લીંપેલું આંગણુ હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૫) શુચિધર્મી(ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯) વહોરાવતા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સંઘટ્ટો કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૯૦) ગોચરી વહોરાવવાના નિમિત્તે પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વ કર્મ અને પશ્ચાત્ કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેક પૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613