Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 606
________________ ૫૪s શ્રી દશવૈકાલિક સત્ર છે છતાં તેઓના વસ્ત્ર પ્રમાણોપેત તથા અલ્પમૂલ્યના હોય છે. એટલે તેને અચેલવાન કે ઔપચારિક નગ્ન કહેવાય છે. મુ સ = મુંડિત. વાળના કારણે વ્યક્તિ સૌંદર્યશીલ દેખાય છે. મસ્તક મુંડિત થવાથી સાધુ રૂપવાન લાગતો નથી. પછી શરીરને સજાવવાનો શું મતલબ? વીંદરમાસિનો = દીર્ઘરોમ નખવાનું. કાંખ, દાઢી આદિમાં લાંબા રોમવાળા તથા હાથમાં વધેલ નખવાળા. વિભૂલીવત્તિયં બિહૂ વન્મ નંધ વિરુ..- બે ગાથાઓમાં મુનિને વિભૂષા વૃત્તિથી દૂર રહેવાનું માર્ગ દર્શન, પ્રેરણા અને આદેશ, નિર્દેશ કર્યા પછી શાસ્ત્રકારે આ ઇમી ગાથામાં શ્રમણોને વિભૂષા વૃત્તિથી અટકાવવા માટે તે પ્રવૃત્તિનું દુષ્પરિણામ હૃદયને વીંધી નાખે તેવા વેધક શબ્દના પ્રયોગ દ્વારા દર્શાવ્યું છે. જેમ કે– વિભૂષા કરનાર ચીકણા કર્મો બાધ છે; ઘોર અને દુસ્તર સંસાર સાગરમાં પડે છે. આવા દુષ્પરિણામના કારણો આ પ્રમાણે સમજવા- (૧) દેહલક્ષીવૃત્તિ અને તીવ્ર મોહજન્ય પરિણામથી વિભૂષા થાય છે તેમજ વિભૂષા કરવાથી જિનાજ્ઞા ભંગ રૂપ દોષ થાય છે. (૨) વિભૂષાથી ક્રમશઃ દેહભાવની વૃદ્ધિ થાય છે, આત્મભાવ અને સંયમ ભાવ ઉપેક્ષિત થાય છે, આવશ્યક્તાઓ વધે છે; તેથી સંયમ પાલનમાં શિથિલતા વધે છે. (૩) વિભૂષાના સંકલ્પ-વિકલ્પથી ચિત્ત બ્રાંત રહે છે અને તેથી સ્વાધ્યાય, ધ્યાન આદિ આવશ્યક ક્રિયાઓમાં અલના થાય છે. (૪) વિભૂષા માટે અનેક આરંભ- સમારંભયુક્ત સાધનોનો ઉપભોગ કરવાથી હિંસાજન્ય અનેક પાપકારી પ્રવૃત્તિ કરવી પડે છે. તેથી વિભૂષા પ્રવૃત્તિને સૂત્રકારે સાવધ બહુલ કહી છે. (૫) વિભૂષા અન્યને આકર્ષણ થવાનું કારણ છે તેથી વિભૂષા દ્વારા બ્રહ્મચર્ય વિરાધનાનું નિમિત્ત સર્જાય છે. આ રીતે વિભૂષા કરનાર શ્રમણ ઉત્તરોત્તર સંયમ વિપરીત પ્રવૃત્તિઓની બહુલતા થતાં અત્યંત ચીકણા કર્મો બાંધે છે અને તે કર્મબંધના પરિણામે દીર્ઘકાલ પર્યત ઘોર સંસાર સાગરમાં પડે છે; તેવું શાસ્ત્રકારનું કથન યથાર્થ, પ્રસંગાનુકૂલ અને સમજવામાં આવે તેમ છે. વિમૂલાર્વત્તિય રેય.-- મી ગાથામાં વિભૂષાની પ્રવૃત્તિના જે દુષ્પરિણામ દર્શાવ્યા છે તેનું જ આ ૭મી ગાથામાં માત્ર વિભૂષા વૃત્તિના માનસ માટે પુનરાવર્તન કર્યું છે કે વિભૂષાની પ્રવૃત્તિની જેમ વિભૂષાની ચિત્ત વૃત્તિ, વિભૂષાના વિચાર માત્ર પણ તેવા જ પાપકારી છે અને તેના પણ એવા જ દુષ્પરિણામ છે. માટે છકાય રક્ષક શ્રમણ તેવા વિભૂષાના વિચારોને પણ આદર ન આપે. કારણ કે વિભૂષા પ્રવૃત્તિના મૂળ તો તે વિચાર જ છે અને તે વિચાર પ્રબલ થતાં સંયોગ મેળવી પ્રવૃત્તિને ઊભી કરે છે. આ રીતે શરીરની પણ ઉપેક્ષા કરનાર સાધુ માટે વિભૂષા કરવી ઉપયુક્ત નથી. સ્નાનની જેમ વિભુષા પણ બ્રહ્મચર્યની ઘાતક છે. તેથી સાધુએ તેનો ત્યાગ કરવો એ શાસ્ત્રકારનું તાત્પર્ય છે. માટે બહિરાત્મભાવ ત્યજીને અંતરાત્મ દશામાં રમતા સાધુને સ્નાન, વિલેપન કે વિભૂષા સર્વ અકરણીય છે. મસ્ત યોગીને તો સંયમના ગુણો જ સાચા અલંકારો છે એમ સમજતો સાધુ બાહ્ય વિભૂષાને કદી પણ ન ઈચ્છે. * * *

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613