Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 604
________________ ૫૪૪ શ્રી દશવૈકાલિક સૂત્ર રાખવા લાગે; લોંચ કરવો છોડી દે કે વર્ષમાં એક જ વાર કરે; નખ સંવારે, કેશ સંવારે, સ્નાન કરે ઈત્યાદિ; આ રીતે અસીમિત માર્ગ તેને મળી જાય છે. કારણ કે વિભૂષા મનોવૃત્તિની પ્રખલતાએ તેને શાસ્ત્રાજ્ઞાની અટક-ખટક રહેતી નથી. આ પ્રકારની વિભૂષા વૃત્તિના કરનારા શ્રમણ પ્રારંભમાં શાસ્ત્રકારની ભાષામાં બકુશ નિગ્રંથ શ્રમણ કહેવાય છે અને આગળ વધતાં અતિ સ્વચ્છંદતાના કારણે તેઓ શિથિલાચારી શ્રમણ કહેવાય છે. ત્યારપછી ક્રમિક અવનતિને પામતા તે નિગ્રંથપણાથી સર્વથા રહિત થઈ વેશ માત્ર રહેતાં અને બીજા પણ દોષોની વૃદ્ધિ થતાં તેમજ લોકાપવાદ થતાં એક દિવસ તેને સંયમવેશથી પણ મુક્ત થવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. આ સર્વ સ્થિતિની પરંપરા વૃદ્ધિ, બેરોકટોક માનસ અને સ્વચ્છંદ માનસમાં થાય છે. પરંતુ જે સાધકો પર ગુરુઓની નિયંત્રણ વ્યવસ્થા હોય અને ગુરુ નિયંત્રણને તે સ્વીકાર કરે તેવા નિગ્રંથો માટે આ પ્રસ્તુત શાસ્ત્રનો ઉપદેશ છે. તેને તેઓ સમજી પોતાની રહી સહી વિભૂષાનો યથા શક્ય ત્યાગ કરે અને નિગ્રંથાચારની આરાધકતાને પ્રાપ્ત કરે; આવો હેતુ આ ગાથાઓમાં સમાયેલો છે. શ્રમણોમાં વિભુષા વૃત્તિ એ કોઈ ક્ષેત્ર અને કાલના આઠે ચાલે તેમ જરૂરી નથી. પાંચમા આરાના શ્રમણો પણ વિભુષા વૃત્તિ કર્યા વિના આરાધના કરી શકે છે અને તીર્થંકરોના સમયમાં એટલે ચોથા આરામાં કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ વિભૂષા વૃત્તિ કરનારા વિભિન્ન પ્રકારના સાધક હોઇ શકે છે. માટે પોતપોતાને પ્રભુ આજ્ઞાથી અને શાસ્ત્રાજ્ઞાથી સુસજ્જ કરી નિગ્રંથાચારની આરાધના કોઈ પણ, ક્યારે ય પણ અને ક્યાં ય પણ કરી શકે છે. પ્રસ્તુત ગાથાઓ શ્રમણો માટે તેઓના વિભૂષા વૃત્તિ ત્યાગના માનસને પુષ્ટ કરવામાં બહુ કામયાબ છે; જરૂર માત્ર આ ગાથાઓને હૃદયમાં જમાવવાની અને ચિંતન કરી જાગરૂક બનવાની છે. જાગરૂકતા શુ ? :– (૧) નિગ્રંથ મુનિ ગુરુ આજ્ઞા સંસ્કારથી જે રીતે પ્રવૃત્તિ કરે તેમાં ક્યાંય એવો ભાવ ન થવા દે કે હું સારો દેખાઉં, મારા કપડા સારા દેખાય, મારા ઉપકરણ જોવામાં સુંદર લાગે, આ રીતે સુંદર કે સારા દેખાવના વિચારોથી મુનિ દૂર રહે. (૨) શરીર પ્રત્યે કે તેના સંસ્કાર કરવા પ્રત્યે મોહના વિચારોને મુનિ આદર ન આપે, પરંતુ વૈરાગ્ય ભાવમાં લીન રહે. જે વૈરાગ્ય ભાવ મુનિને ઘરબાર છોડી દીક્ષા લેવામાં હતો તે જ વૈરાગ્ય ભાવની સ્વાધ્યાય આદિથી વૃદ્ધિ કરે પણ ઘટાડે નહીં. (૩) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, ઉપકરણ મર્યાદા અને અત્યંત આવશ્યક વસ્તુઓનો જ ઉપયોગ, વગેરે શાસ્ત્રાજ્ઞાઓનું જ્ઞાન વધારીને મુનિ તેને ઉલ્લંઘન કરવાના વિચારો ઉત્પન્ન ન થાય, તેવી સાવધાની રાખે. આ પ્રકારની જાગરૂકતા રાખતા મુનિ વિભૂષા વૃત્તિથી બચી શકે છે. સિગાળ અયુવા વાવ :- આ ગાથામાં શરીરના સુંદર દેખાવ માટે અને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયના પોષણ માટે લગાવવામાં આવતાં વિવિધ પાવડર, સુગંધી ચૂર્ણ કે લેપ્ટ દ્રવ્યોના નામો દેશ કાલના પ્રચલન અનુસાર છે, જ્યારે આજના પ્રસાધન સાધનોના નામ બધા પરિવર્તિત છે, છતાં તે સંભવિત દરેક દ્રવ્યોનો સમાવેશ અહીં સમજી લેવો જોઈએ. સ્નાન આદિ સૂત્રોક્ત દ્રવ્યોનું

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613