Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 605
________________ પરિશિષ્ટ ૩ ૫૫ તાત્પર્ય પ્રસ્તુત ગાથાના શબ્દાર્થ અને ભાવાર્થમાં સ્પષ્ટ કરેલ છે. ચૂર્ણ ટીકાકારે કરેલા શિખાણું. આદિ શબ્દોના અર્થ આ પ્રમાણે છે– સખાઓં - અંગ પ્રક્ષાલન = તેલની ચીકાશને દૂર કરવા આંબળા કે પીસેલી દાળનું સુગંધિત ઉબટન. લોક લોધ્ર પુષ્પનો પરાગ, મુખ ઉપર કાંતિ લાવવા તથા પરસેવાને સૂકવવા માટે પ્રયોગ કરાતો પઠાણી લોધ; વૃક્ષની છાલનું ચૂર્ણ. પડમાળ - પાકેશર, કુંકુમયુક્ત વિશેષ સુગંધિત દ્રવ્ય. શિળસ્સ વાવ.... આ ગાથા ૫માં સાધુના ત્રણ વિશેષણો પર ભાર મૂકી તેને વિભૂષાની અનાવશ્યકતા સ્પષ્ટ કરી છે. તે ત્રણે વિશેષણ સાપેક્ષ છે તેને એકાંતિક રૂપે ન સમજવા જોઈએ. (૧) નાળા નમ્ન અચેલ. આ શબ્દની સાપેક્ષતા આ પ્રમાણે છે– ભગવાનની ઉપસ્થિતિમાં ઘણા સાધુ અચેલ—નગ્ન પણ રહેતા હતા; કેટલાક માત્ર એક વસ્ત્ર કે બે વસ્ત્ર ધારણ કરતા હતા, તેઓ જીર્ણ થતાં વસ્ત્રને પરઠી દેતા અને બીજા વસ્ત્રને ગ્રહણ કરવાના ત્યાગ રાખતા હતા. આ રીતે તે સમયે નગ્ન કે અર્ધનગ્ન શ્રમણો વિચરણ કરતા હતા. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયયન– ૨૩ અનુસાર ભગવાન પાર્શ્વનાથના શ્રમણોનો સચેલ ધર્મ હતો, ત્યારે ભગવાન મહાવીરના શાસનના શ્રમણો વસ્ત્ર છતાં અપવસ્ત્રના કારણે અચેલ ધર્મવાળા કહેવાતા હતા. આ રીતે સ્પષ્ટ થાય છે કે અહીં પણ શ્રમણો માટે નગ્નતાનું વિશેષણ સાપેક્ષ છે. = = (૨) મુઽસ્સ = મુંડિત એટલે મસ્તક પર વાળ ન રાખનાર, લોચ કરનાર; તો પણ છ માસ સુધી વાળ એકઠા થાય જ છે ત્યારે સાધુ વાળ યુક્ત મસ્તકવાળો પણ રહે છે. છતાં ય કેટલાક સમય લોચ યુક્ત મસ્તકવાળો પણ રહે છે. આ કારણે મુડિત શબ્દ પણ સાપેક્ષ છે. (૩) દીર્ઘ રોમ નખવાળા = શ્રમણ ગૃહસ્થની જેમ દરરોજ કે જલ્દી જલ્દી દાઢી-મૂછ કરનાર, દર મહીને મસ્તકના વાળ કપાવનાર તેમજ નિયમિત મર્યાદિત અવધિથી નખોને કાપનાર હોતા નથી. તેઓ દાઢી મૂંછનો લોચ દોઢ, બે કે ત્રણ મહીને કરે છે; મસ્તકનો લોચ પ્રાયઃ છ મહીના પછી કરે છે અને નખ કાપવાની તેઓને કોઈ નિયમિતતા હોતી નથી; જયારે વધારે થતા નખ કોઈ પણ પ્રવૃત્તિમાં બાધક થાય અને તેને કાપવો અત્યંત આવશ્યક થઈ જાય, ત્યારે જ તેઓ નખને કાપે છે; અન્યથા નાના મોટા જેમ થાય તેમ જોઈને નિરપેક્ષ રહે છે. આ રીતે કેટલાક સમય દાઢી મૂંછ વાળ કે નખ વધેલા રહે અને કેટલાક સમય ન રહે તેની કોઈ પરવાહ મુનિને રહેતી નથી. તેવા નિરપેક્ષ સાધુઓને માટે આ ગાથામાં દીર્ઘ રોમ નખવાળા એવું વિશેષણ આપ્યું છે, તેની પણ સાપેક્ષતા સ્પષ્ટ છે. આ રીતે જ્યારે કેશ દાઢી, મૂછ કે નખ માટે પણ સાધુ નિરપેક્ષ રહી તેની સજાવટ કરે નહી અને બ્રહ્મચર્યમાં લીન રહી મૈથુન ભાવ કે મોજશોખથી દૂર રહે છે તો પછી તેઓને વિભૂષાથી કોઈ પ્રયોજન રહેતું નથી, તે સહજ સિદ્ધ થાય છે; તેમ શાસ્ત્રકારનો કહેવાનો આશય છે. વૃત્તિકારે નગ્ન શબ્દના બે લક્ષણ આપ્યા છે– નિરૂપચરિતનગ્ન અને ઔપચારિક નગ્ન. (૧) જે નિર્વસ્ત્ર રહે છે, વસ્ત્ર અથવા અન્ય કોઈપણ ઉપકરણથી શરીરને આવૃત્ત કરતા નથી, તે નિરૂપચરિતનગ્ન કહેવાય છે; તે જિનકલ્પિક શ્રમણ છે. (૨) સ્થવિર કલ્પિક મુનિ જે વસ્ત્ર પહેરે

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613