Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-s
[ ૫૪૧]
(૩)
(૧) છકાય જીવોની રક્ષા માટે સતત ઉપયોગ રાખવો.
માર્ગમાં પથ્થરના ટુકડા, પથ્થરના કોલસા, મીઠું, સચેત માટી આદિ પૃથ્વીકાયના જીવો હોય તો તેનો વિવેક રાખવો. નળ, કૂવા, નદી આદિનું પાણી વહેતું હોય, વરસાદ વરસતો હોય તે તથા કોઈ પણ પ્રકારનું સચેત કે મિશ્ર પાણી હોય, તો ત્યાં ન ચાલવું. અગ્નિનો અથવા વિદ્યુત સંચાલિત સાધનોનો સ્પર્શ ન થઈ જાય તેની કાળજી રાખવી. વાયુકાયના જીવની રક્ષા માટે કપડા, પાત્ર કે શરીરને વધારે પડતા હલાવવા નહીં. લીલું ઘાસ, લીલ ફૂગ, સેવાળ, અનાજના દાણા, શાકભાજી કે તેનો કચરો, ફૂલ, પાન આદિ
વેરાયેલા પડ્યા હોય તો ત્યાં યતનાપૂર્વક પગ મૂકવા. (૭) કીડી, મકોડા, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવોને જોઈને ચાલવું. (૮) રસ્તામાં ચાલતી વખતે સ્ત્રી કે પુરુષનો(વિજાતીયનો) સ્પર્શ ન થઈ જાય તે માટે સાવધાન રહેવું. (૯) પોતાના શરીરથી આગળની પુરુષ પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું. (૧૦) ચંચળતાપૂર્વક ચારે તરફ જોવું નહીં. (૧૧) ચિત્તની એકાગ્રતા પૂર્વક ચાલવું. (૧૨) નિરર્થક વાર્તાલાપ ન કરવો, યથાશક્ય મીન રહેવું. (૧૩) રરે મજુવો મંદ ગતિથી અને કોઈ પણ પ્રકારના ઉદ્વેગ રહિત ચાલવું. (૧૪) ચાલતા સમયે તેમાં જ ઉપયોગને તન્મય બનાવીને ચાલવું.
આ રીતે વિધિપૂર્વક ગમન કરવાથી આત્મરક્ષા, સંયમરક્ષા અને જીવરક્ષા થાય છે. (૪) નિહાર વિધિ : [૧] લઘુનીત સંબંધી વિધિઃ ૧) લઘુનીતની હાજત થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું.
આવાગમન રહિત સ્થાનમાં ઉકડા આસને બેસવું. (૩) અવાજ ન થાય તેમ પાત્રમાં મૂત્રનું વિસર્જન કરવું. (૪) યોગ્ય અચિત્ત ત્રણ સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં ફેલાવીને પરઠવું. (૫) એક જ જગ્યાએ સઘનરૂપે ન પરઠવું. (૬) પરઠતાં પૂર્વે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લેવી, ભૂમિ તપાસવી અથવા પ્રમાર્જન કરવું. ૭) પરઠવા જતાં "આવસ્યહી આવરૂહી" બોલવું; પરણ્યાં પછી 'વોસિરે વોસિરે' એમ બોલવું;