Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૪૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૭) આવશ્યક સામગ્રી તથા આસન અને ભાજન લઈને બેસવું. (૮) તસ્યઉત્તરી'નો પાઠ બોલીને ઈરિયાવહિનો કાર્યોત્સર્ગ કરવો તથા ઉપયોગપૂર્વક ગોચરીના
ઘરોમાં થયેલા અતિચારોનું ક્રમશઃ ચિંતન કરવું. (૯) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૦) "ગોયરષ્ણ ચરિયાના પાઠનું(બીજા શ્રમણ સૂત્રનું ઉચ્ચારણ કરવું. (૧૧) "તસ્સ ઉત્તરી"નો પાઠ બોલીને મતો નિહિં સાવઝા ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં
કરવું. (૧૨) કાયોત્સર્ગ પૂરો કરીને "લોગસ્સ" નો પાઠ પ્રગટ બોલવો. (૧૩) સ્વાધ્યાય કરવો. (૧૪) વિશ્રાંતિ કરતાં કરતાં ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર માટે નિમંત્રણ આપવું. કોઈ મુનિવર
નિમંત્રણ સ્વીકારી આહાર લેવા તૈયાર થાય તો તેને સહર્ષ આહાર આપવો. (૧૫) જ્ઞાતાસૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરીને આહાર કરવો- ૧. પિતાએ ભયંકર જંગલમાં
ફસાઈ જવાથી પોતાના પ્રાણ રક્ષણાર્થે મૃત પુત્રીના શરીરનો આહાર કરતાં જેવી ગ્લાની અને ઉદાસીનતા અનુભવી તેવી ગ્લાની અને ઉદાસીનતાથી શરીર રક્ષણાર્થે આહાર કરવો. આહાર કરવામાં જરા પણ રાગભાવ ન કરવો, પૌદ્ગલિક આનંદ ન માનવો. ૨. પુત્ર ઘાતક ચોરને પોતાના
આહારમાંથી ભાગ આપવા સમાન પૂર્ણ લાચારી અને વિવશતાપૂર્વક આહાર કરવો. (૧૬) માંડલાના દોષો ટાળવા માટે નીચે મુજબ યાદ રાખવું– ૧. સ્વાદ વૃદ્ધિ માટે ખોરાકની એક વસ્તુ
સાથે બીજી વસ્તુનો સંયોગ ન કરવો. ૨. આહારની પ્રશંસા કે નિંદા ન કરવી. ૩. આહારના નિમિત્તથી હર્ષ કે શોક ન કરવો. ૪. ભૂખથી ઓછું ખાવું. ૫. અતિ ધીરે કે અતિ ઉતાવળથી જમવું નહીં. દ. સુખાસનમાં બેસવું. ૭. આહાર નીચે ભૂમિ પર ન પડવા દેવો. ૮. જમતાં જમતાં મુખથી ચપ-ચપ અવાજ થાય કે સુડ–સુડ સબકડા લઈ આહાર કરવો નહીં. ૯. ખાદ્ય પદાર્થોને પૂર્ણ ચાવવા અને મુખમાં રસ થઈ જાય પછી ગળે ઉતારવા. અર નિરd વિ અને અનોખે ન જે દ્ધિ આ બે ગાથાઓનું ઉચ્ચારણ અને મનન
કરીને પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર બોલવા. પછી મૌનપૂર્વક આહાર કરવો. (૧૮) આહાર કર્યા પછી નમસ્કાર મંત્ર સહિત સાગારી પચ્ચખાણ કરવા. (૧૯) ભોજન પૂર્ણ થયા પછી આહારના સ્થાન અને પાતરાને સાફ કરવા. (૨૦) સવારે અને સાંજે ગોચરીમાં સમયની અલ્પતાને કારણે ઉપરોક્ત સર્વ વિધિ સંક્ષિપ્તમાં કરવી.
(૧૭) રર
(૩) વિહાર વિધિ(ગમનાગમન વિધિ) :
સાધુએ ઈર્યાસમિતિપૂર્વક ગમન કરવાનું હોય છે. ઈર્યાસમિતિની શુદ્ધિ માટે નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છે.