Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ચૂલિકા-૧ઃ રતિવાક્યા
૪૭૭ ]
રન્સિ, યંજુલ, પોપડા મૂયા.. - જેણે સંયમ ત્યાગનો સંકલ્પ કર્યો છે પરંતુ સંયમનો ત્યાગ કર્યો નથી તેવા સાધકના માનસિક પરિર્વતન માટે સૂત્રકારે અઢાર ચિંતન સૂત્રો આપ્યા છે. સૂત્રકારે તેની મહત્તા ત્રણ દષ્ટાંત દ્વારા પ્રદર્શિત કરી છે, ત્રણે દષ્ટાંતો સહજ અને અનુભવગમ્ય છે. કુશળ સંચાલક ઘોડાને લગામથી, હાથીને અંકુશથી અને જહાજને સઢથી વશમાં રાખે છે. તે જ રીતે સૂત્રોક્ત ચિંતન સૂત્રોના ચિંતન મનન અને પરિણમન દ્વારા સાધકની માનસિક સ્થિતિને અવશ્ય પરિવર્તન કરી શકે છે. તેને માટે શાસ્ત્રકારે સન્મ સંપત્તિદિગ્ગા શબ્દ પ્રયોગ કર્યો છે.
અઢાર ચિંતન બિંદુઓ માટે આ ત્રણે વિશેષણો દર્શાવી શાસ્ત્રકારે સાધકને તે ચિંતન બિંદુઓ પર શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો ઉપક્રમ કર્યો છે. કારણ કે કોઈપણ પ્રકારની અશાંતિ માટે શાંતિના ઉપાયોના અનેક અંગ હોય છે. ચિકિત્સાવિધિના પણ અનેક અંગ હોય છે, તેમાં સહુથી પ્રથમ અને મુખ્ય અંગ શ્રદ્ધાનું હોય છે તેથી શાસ્ત્રકારનો આ પ્રથમ સૂત્ર વર્ણિત શ્રદ્ધા માટેનો સંપૂર્ણ ઉપક્રમ યથાસ્થાન છે.
આગળના સૂત્રમાં જે અઢાર ચિંતન બિંદુઓ કહેવાશે, તેની સૂચના પણ આ સૂત્રના અંતે કરીને શાસ્ત્રકારે સાધકને ભલામણ આપી છે કે આ આગળ દર્શાવતાં બિંદુઓને સારી રીતે સમજી. તેના ઉપર ઊંડાણથી અને દીર્ઘ દૃષ્ટિથી વિચારવાનું છે. તેના માટેના મૂળ શબ્દો છે– મારું સટ્ટારર વાળા सम्म संपडिलेहियाइं भवति । ભો ! - આ સંબોધન સૂચક શબ્દ છે અને આગળના સૂત્રમાં હું ભો ! તેમ સંબોધન છે. આ બંને સંબોધન ઉપદેશ પાત્ર કોઈપણ વ્યક્તિ માટે આદર સુચક સંબોધન છે. ક્યારેક આવા સંબોધનો પોતાના આત્માને માટે પણ થાય છે. સંચમમાં સ્થિરીકરણનાં અઢાર સૂત્રો :| २ हं भो ! दुस्समाए दुप्पजीवी ॥१॥ लहुसगा इत्तरिया गिहीणं कामभोगा ॥२॥ भुज्जो य साइबहुला मणुस्सा ॥३॥ इमे य मे दुक्खे ण चिरकालोवट्ठाई भविस्सइ ॥४॥ ओमजणपुरक्कारे ॥५॥ वंतस्स य पडिआयणं ॥६॥ अहरगइवासोवसंपया ॥७॥ दुल्लहे खलु भो ! गिहीणं धम्मे, गिहीवासमज्झे वसंताणं ॥८॥ आयंके से वहाय होइ ॥९॥ संकप्पे से वहाय होइ ॥१०॥ सोवक्केसे गिहवासे, णिरुवक्केसे परियाए ॥११॥ बंधे गिहवासे, मोक्खे परियाए ॥१२॥ सावज्जे गिहवासे, अणवज्जे परियाए ॥१३॥ बहुसाहारणा गिहीणं कामभोगा ॥१४॥ पत्तेयं पुण्णपावं ॥१५॥ अणिच्चे खलु भो ! मणुयाण जीविए, कुसग्गजलबिंदुचंचले ॥१६॥ बहुच खलु भो! पावं कम्मं पगडं ॥१७॥ पावाणं च खलु भो कडाणं कम्माणं पुब्बि दुच्चिण्णाणं दुप्पडिकंताणं, वेयइत्ता मोक्खो, णत्थि अवेयइत्ता, तवसा वा झोसइत्ता। अट्ठारसमं पयं भवइ । भवइ य इत्थ