Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચૂલિકા—૨ : વિવિક્ત ચર્ચા
ઉત્થાનિકા :
બીજી ચૂલિકા
વિવિક્ત ચર્ચા
=
चूलियं तु पवक्खामि, सुयं केवलिभासियं । जं सुणित्तु सपुण्णाणं, धम्मे उप्पज्जए मई ॥
છાયાનુવાદ : વૃત્તિમાંં તુ પ્રવક્ષ્યામિ, શ્રુતાં જેવલિમાષિતામ્ । यां श्रुत्वा सपुण्यानां धर्मे उत्पद्यते मतिः ॥
૫૦૩
શબ્દાર્થ:- વલિમાસિય = કેવળીભાષિત સુક્ષ્ય - સાંભળેલી વૃત્તિય - ચૂલિકાને પવવસ્વામિ કહીશ સુખિત્તુ = સાંભળીને સુપુળાળ = પુણ્યશાળી જીવોને ધર્મો = ધર્મમાં મ = શ્રદ્ધા કમ્બખ્તર્ = ઉત્પન્ન થાય છે.
=
ભાવાર્થ:હું કેવલજ્ઞાની ભગવાન દ્વારા ફરમાવેલી અને પ્રત્યક્ષ સાંભળેલી ચૂલિકાને કહીશ. જેના શ્રવણથી પુણ્યશાળી જીવોને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથા આ ચૂલિકાની ઉત્થાનિકા રૂપે છે. જેમાં સૂત્રકારે વર્ણ વિષયની પ્રતિજ્ઞા કરી છે અને તેના શ્રવણના મહાન ફળને પ્રદર્શિત કર્યું છે.
સુર્ય જેવલિમાલિય :– આ બંને શબ્દોથી સ્પષ્ટ થાય છે કે આ ગાથાના રચનાકારે સ્વયં કેવલી ભગવાન દ્વારા આ ચૂલિકાના વર્ણિત વિષયને સાંભળ્યો છે.
સૂત્રોના મૌલિક રચનાકાર ગણધર પ્રભુ છે. તેઓની રચિત દ્વાદશાંગીના આધારે કાલ ક્રમે અનેક આગમો સંકલિત, સંપાદિત અને ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. તેમાં તે બહુશ્રુત આચાર્યો પોતાના લક્ષ્ય અનુસાર અધ્યયનો ગાથાઓ અને સૂત્રોને યથા યોગ્ય સ્વ અપેક્ષિત ક્રમથી ગોઠવણી કરી ઉત્કાલિક સર્વ આગમોનો મૂળભૂત આધાર દ્વાદશાંગી જ હોવાથી સર્વ આગમના ભાવો કેવળી ભાષિત છે તે પ્રમાણે કથન થાય છે તે માટે આ ગાથા ગણધર રચિત હોવાથી તેના અર્થ ભાવની સંગતિ સમજાય જાય છે. વ્યાખ્યાકારોએ આ ગાથાના શબ્દો માટે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિભિન્ન વિચારણાઓ કરી છે; તે ઈતિહાસ મર્મજ્ઞો માટે