Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 591
________________ પરિશિષ્ટ ૩ (૬) ૭ ૭ (૧૧) (૧૨) પ૩૧ સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાઇડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. ટક સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિહત દોષ છે. સાધુ-સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈપણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્યુ દોષ છે. પૈક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન્ન દોષ કહેવાય છે. પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) દાતા પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને ઊંચે નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢી શકાય તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે માલોહડ દોષ છે. (૧૪) દાના કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઈચ્છા વિના તેની વસ્તુ કે આહારસિંદ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછ્યા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્ત દોષ છે. (15) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે, તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે– (૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બનાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૧) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળ આશી વંચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે. (રર) મુનિ ગૃહસ્થને ઔષધ, ભૈષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિતા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે.

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613