Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૯૨
શ્રી દશવૈકાલિક સત્ર
अमरोवमं जाणिय सुक्खमुत्तमं, रयाणं परियाए तहा अरयाणं ।
णरओवमं जाणिय दुक्खमुत्तमं, रमिज्ज तम्हा परियाय पंडिए । છાયાનુવાદઃ અમરોપમં જ્ઞાત્વા સોશ્વમુત્તમ, રતાનાં પચે તથાઇરતીનીમ્ |
नरकोपमं ज्ञात्वा दु:खमुत्तम, रमेत तस्मात् पर्याये पण्डितः ॥ શબ્દાર્થ - = પંડિત સાધુ રિયાપ = ચારિત્રમાં ચાઈ = રત રહેનારને અમરોવાં - દેવતા સરખું ૩ = ઉત્તમ સુવું = સુખને નાળિય = જાણીને અરયા = સંયમમાં રત નહિ રહેનારને પરોવ = નરકની સમાન ૩ = ઉત્કૃષ્ટ કુલવું = દુઃખને નાળિય = જાણીને પરિયાય = સંયમ પર્યાયમાં મિક્સ = રમણ કરે.
ભાવાર્થ- સંયમમાં તલ્લીન મહર્ષિઓના દેવતુલ્ય શ્રેષ્ઠ સુખોને તથા સંયમ પર્યાયથી વિચલિત ચિત્તવાળા સાધકોના નરક તુલ્ય ઘોર દુઃખોને જાણીને પંડિત મુનિ સંયમમાં સદા તન્મય બની રહે.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં સંયમ સાધનામાં દત્તચિત્ત સાધકના સુખને અને સંયમ અનુષ્ઠાનોથી વિચલિત ચિત્તવાળા સાધકના દુઃખને ક્રમશઃ દેવલોક અને નરકના સુખ દુઃખની ઉપમા દ્વારા સમજાવ્યા છે. તેવો સનાળો રિયાઓ :- જે સાધુ સદા સંયમમાં તન્મય રહે છે; પ્રતિપળ અપ્રમત્તભાવે તે સંયમની દરેક પ્રવૃત્તિમાં આનંદ માને છે; રાત-દિન આગમ અને ગુરુ આજ્ઞામાં જ વ્યસ્ત ચિત્ત રહે છે; તેના માટે મુનિપર્યાય દેવલોક સમાન સુખપ્રદ છે. જે રીતે દેવતા દેવલોકમાં થતાં નૃત્ય, ગીત, વાદ્ય આદિ મનોજ્ઞ વિષયોમાં જોવામાં મગ્ન રહે છે અને હંમેશાં પ્રસન્નતાથી સમય વ્યતીત કરે છે. તે જ રીતે સંયમી સાધક પણ આગમની સ્વાધ્યાય, અનુપ્રેક્ષા, પ્રતિક્રમણ, પ્રતિલેખન, ધર્મોપદેશ તેમજ ધ્યાન, મૌન વગેરે અનુષ્ઠાનોમાં નિમગ્ન રહે છે તે સંયમના વિવિધ પરિષહ કે કષ્ટોના સમયે પણ સદા પ્રસન્ન ચિત્ત તેમજ આનંદ વિભોર રહે છે. તેના માટે આ સંયમ દેવલોકથી પણ અધિક સુખકર હોય છે. યથા- ગજસુકુમાર મુનિ. જેઓ સંયમભાવમાં દત્તચિત્ત બની ગયા હતા. તેથી એક જ દિવસની સંયમ પર્યાયમાં ધગધગતા અંગારાના મારણાંતિક ઉપસર્ગને સમભાવથી સહન કરીને અલ્પ સમયમાં મોક્ષગામી થઈ ગયા હતા. આ રીતે સિદ્ધ થાય છે કે સંયમમાં જેનું ચિત્ત તલ્લીન છે, તેને માટે સંયમ દેવલોક સમ સુખોની ખાણ જ છે.
સંયમી જીવનનો આનંદ આત્મસ્વરૂપ હોવાથી નિરુપાધિક છે. દેવલોકનો આનંદ સંયોગજન્ય હોવાથી સોપાધિક છે. શ્રી ભગવતી સૂત્રમાં સંયમ પાલનથી પ્રાપ્ત થતાં આત્માના આનંદનું વર્ણન કરતાં કહ્યું છે કે એક માસની દીક્ષાપર્યાયવાળા સાધુના સંયમી જીવનનો આનંદ વાણવ્યંતર દેવોના આનંદથી અનેક ગુણો અધિક છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં એક વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુના સંયમી જીવનનો આનંદ અનુત્તર વિમાનવાસી દેવોના આનંદથી પણ અનેક ગણો અધિક હોય છે. આ કથન સામાન્ય વિકાસના