Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૮૬ ]
શ્રી દશવૈકાલિક સત્ર
શબ્દાર્થ – નાળિો = માન્ય હોય છે અને અમાળનો = અમાન્ય થઈ જાય છે તે = અત્યંત શુદ્ર ગ્રામમાં છૂઢો = પરિત્યક્ત સદ્દિવ્ય = શ્રેષ્ઠીની સમાન. ભાવાર્થ :- દીક્ષા છોડનાર વ્યક્તિ પહેલાં(મુનિ અવસ્થામાં) તો માન-સન્માન પામે છે અને પછી અમાનનીય-અનાદરણીય થઈ જાય છે. ત્યારે રાજા દ્વારા નાના ગામમાં મૂકાયેલા શ્રેષ્ઠીની જેમ તે સાધુ પણ પરિતાપ પામે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સંયમ છોડનાર સંયમ છોડનાર ભોગાસક્ત વ્યક્તિનો કંઈક સમય પસાર થયા પછી તેને કેવો પરિતાપ-પશ્ચાત્તાપ થાય છે, તે અવસ્થાને શાસ્ત્રકારે ચાર ઉપમા દ્વારા દર્શાવ્યું છે.
સ પછી પતિખ૬ - વીતરાગ શાસનમાં આવ્યા પછી કોઈક સાધુ ગૃહસ્થ જીવનના સ્નેહના અનુરાગથી કે ભોગની આસક્તિથી અથવા નિકાચિત અશુભ કર્મના ઉદયથી મહામૂલા સંયમી જીવનનો ત્યાગ કરી નિઃસાર ગૃહસ્થ જીવનનો સ્વીકાર કરે છે. કદાચ થોડો સમય તેની તીવ્ર લાલસાની પૂર્તિ થવાથી તે ક્ષણિક આનંદનો અનુભવ કરે છે પરંતુ સમય વ્યતીત થતાં વાસ્તવિકતા પ્રગટ થાય છે અને પોતાની ભૂલનું તેને ભાન થાય છે. ત્યારે સંયમી જીવનની મહત્તા અને ગૃહસ્થ જીવનની હીનતા તેને પ્રત્યક્ષ અનુભવાય છે અને માનસિક ખેદ તથા સંતાપને પામે છે. સૂત્રકારે તે સ્થિતિને પ્રદર્શિત કરવા પછી પરિખ પદનો પ્રયોગ ચાર ઉપમામાં કર્યો છે, તે ચારે ઉપમા અને ઉપમેય આ પ્રમાણે છેઉપમા
ઉપમેય સ્થાનભ્રષ્ટ વ્યક્તિ
સંયમભષ્ટ સાધુ
૧.
સ્થાન ભ્રષ્ટ ઈદ્રનો પરિતાપ
સંયમથી પલાયન કરી ગૃહવાસી થયો તેનો પરિતાપ વિશ્વવંદ્યતા ગુમાવવાનો પરિતાપ
સ્થાનભ્રષ્ટ ઈદ્રાણીનો પરિતાપ
૨.
૩. રાજ્યભ્રષ્ટ રાજાનો પરિતાપ
૩.
લોક પૂજ્યથી અપૂજ્ય થવાનો પરિતાપ
૪. દેશ નિકાલ કે નગર નિકાલ પામેલો શેઠ | ૪.
અપમાનિત જીવનનો પરિતાપ
(૧) ફુલો વા ડઓ છi - દેવલોકના વૈભવથી યુત થઈને પૃથ્વી પર આવેલા ઈન્દ્રની જેમ પરિતાપને પામે છે.
કર્માધીન જીવોની વિચિત્રતાથી આ સંસારમાં અજબ-ગજબની ઘટનાઓ ઘટિત થાય છે. પંચ