Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૮૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
હાવિ = સંયમ છોડી જનાર સબ ઉન્ન પટ્ટો = સર્વ વિરતિ ધર્મથી પરિભ્રષ્ટ વલિન = આવર્તન યુક્ત વંદના, અંજલિ યુક્ત નમસ્કાર પૂરૂન = પૂર્નીય. સાધુની અપેક્ષાએ આહારાદિ ખાદ્ય સામગ્રી, વસ્ત્રાદિ ઉપકરણ; રાજાની અપેક્ષાએ–વસ્ત્રાભૂષણ વગેરેની ભેટ મfમો = માનનીય. આદર સત્કાર–સામે જવું, વધાવવું, આસન આપવું, ખુશી પ્રકટ કરવી વગેરે.
વ
ડેઃ - તેના ત્રણ પ્રસિદ્ધ અર્થ છે.– (૧) ઘણા નાના ઘર અથવા નાના ગામડા (૨) કુનગર- જ્યાં ખરીદ વેચાણ થતું નથી. (૩) જ્યાં નાની એવી બજાર હોય છે, તેવું ગામડું.
લી:- તેના ત્રણ અર્થ છે.– (૧) લક્ષ્મીની છાપવાળી પાઘડી બાંધવાની રાજાજ્ઞા જેને મળી હોય. (૨) વણિક–ગામનો પ્રધાન (૩) રાજમાન્ય નગર શેઠ.
વૃદ્ધાવસ્થામાં થતો પરિતાપ :
जया य थेरओ होइ, समइक्कंतजुव्वणो ।
मच्छुव्व गलं गिलित्ता, स पच्छा परितप्पइ ॥ છાયાનુવાદઃ ય ર સ્થવિરો મવતિ, સમરિશ્ચન્તયૌવનઃ
मत्स्य इव गलं गिलित्वा, स पश्चात् परितप्यते ॥६॥ શબ્દાર્થ -સમફતગુથ્વો = યુવા અવસ્થા વ્યતીત થાય ત્યારે ઘેરો = સ્થવિર થઈ જાય છે
ન = ગલને, લોહ કાંટા ઉપર રાખેલા માંસને નિત્તા = ગળીને 4 = જેમ મલ્લુ = મત્સ્ય, માછલી પશ્ચાત્તાપ કરે છે, તેની જેમ. ભાવાર્થ:- ભોગેચ્છાથી સંયમધર્મને તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક યૌવન વય વ્યતીત થયા પછી વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે ત્યારે માંસની લોલુપતાને કારણે લોખંડના કાંટામાં ફસાયેલ માછલાની જેમ ખૂબ પીડા પામે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં જુવાનીના નશામાં સંયમી જીવનનો ભોગ દેનારની વૃદ્ધાવસ્થા તરફ અંગુલી નિર્દેશ કરેલ છે અને મચ્છની આહાર સંજ્ઞાના પરિતાપ સાથે, મૈથુન સંજ્ઞાએ સંયમમાંથી પલાયન કરનારના પરિતાપની તુલના દર્શાવી છે.
માછીમારો જલાશયમાંથી માછલા પકડવા માટે દોરીની જાળમાં ગૂંથેલા લોખંડના અણીદાર કાંટાઓમાં માંસના ટુકડા ભરાવે છે. માંસની લાલચથી માછલીઓ તેમાં મોટું નાંખે છે. પરંતુ માંસનો ક્ષણિક સ્વાદ તેને ત્યાં જ ફસાવી દે છે અર્થાતુ લોખંડના કાંટાથી તેનું તાળવું વિંધાય જાય છે અને તે