Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૪૭૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
છે, તે પ્રવ્રયાની મહાનતા, વિશાલતા, અનુપમતા તેમજ શાશ્વત સુખ પ્રદાયકતાના જ્ઞાન સાથે તેના સામાન્ય વિશેષ નિયમોની કઠિનતા, અતિ કઠિનતા, દુષ્કરતા જગ જાહેર છે. તે જૈન સાધુ-સાધ્વીજીઓના ખુલ્લી ચોપડી જેવા જીવનથી સ્પષ્ટ નજરે જોવાય છે. મુનિ જીવનના બાવીસ પરીષહો તો પ્રસિદ્ધ છે. તેનું વિસ્તૃત વર્ણન જિજ્ઞાસુઓને સમયે સમયે સાંભળવા વાંચવા ઉપલબ્ધ થાય છે. આ રીતે મોક્ષ પ્રદાયી જૈન શ્રમણાચારના કષ્ટો અને દુઃખો છુપાવ્યા પણ છુપાવી શકાય નહીં.
પલ્વરૂખ :- મુમુક્ષ સાધક સંયમના સમસ્ત કોને જાણવા છતાં વૈરાગ્ય વાસિત અંતઃકરણે, પ્રબળ ઉત્સાહ, અનાદિ જન્મ મરણના પ્રપંચોથી મુક્ત થવાની ઉત્કટ ભાવનાએ પ્રવ્રજ્યા સ્વીકાર કરે છે. યુદ્ધના મોરચે જતાં શૂરવીર યોદ્ધાની જેમ વીર રસથી વાસિત અંતકરણે મૃત્યુ જેવા સંકટોને ભૂલથી નહીં પણ સહર્ષ સ્વીકારે છે તેમ સંયમ જીવનના કષ્ટોને સાધક પરાણે નહીં પણ સ્વેચ્છાથી સ્વીકારે છે.
૩MUT કુલ્લેખ :- સ્વેચ્છાએ ગ્રહણ કરેલી તે સંયમ સાધનામાં સમય વ્યતીત થતાં સાધકોના સંવેગ ભાવનો પ્રવાહ જ્યારે ઓસરી જાય, વૈરાગ્યભાવ ઘટી જાય, કોઈ પ્રબળ કર્મોનો ઉદય થઈ જાય ત્યારે સંયમી જીવનની કઠિનાઈઓ તેના જીવનમાં માનસિક દુઃખ અને ખિન્નતા ઉત્પન્ન કરે છે અને સાધક તે દુઃખમાં અધિકાધિક ઘેરાઈ જાય છે.
૨ ૦૧ 9,
સંગને અરડૂ સમાવUખ :- સંયમી જીવનમાં ઉત્પન્ન થતાં કેટલાય શારીરિક, માનસિક દુઃખો સમય જતાં સમાપ્ત થઈ જાય છે. કેટલાક દુઃખોને સાધક સમજણપૂર્વક પ્રસન્ન ચિત્તે સહન કરે છે અને ક્યારેક કર્મનો ઉદય તીવ્રતમ હોય, સાધકની સહનશક્તિ અને સમજણમાં કંઈક ઉણપ રહે ત્યારે તે દુઃખ અપ્રસન્ન ચિત્તે પણ સહન કરે છે. આવા ચઢાવ-ઉતાર વચ્ચે પણ સાધક સાધના પથમાં ગતિ-પ્રગતિ કરતો રહે છે, તેમાં ગુરુનું સાંનિધ્ય આગમ સ્વાધ્યાય સહાયક બને છે. ગમે તે પરિસ્થિતિમાં ગ્રહણ કરેલા સંયમને તે ટકાવી રાખે છે.
પરંતુ સેંકડો હજારો સાધકોમાં ક્યારેક સાધકે જ્યારે સહાયક સાધનોનો આધાર છોડી દીધો હોય અને તેના નિકાચિત કર્મોનો ઉદય હોય ત્યારે તે સાધકની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. તેને સંયમી જીવનમાં રુચિ રહેતી નથી તેમાં અરતિ ઉત્પન્ન થઈ જાય છે.
મોદીજુ દિન ગોરાફળ - સંયમી જીવનમાં ઉત્પન્ન થયેલો અરતિભાવ પ્રબળ બની જાય, તેને દૂર કરવાનો કોઈ પણ ઉપાય સફળ ન થાય તેવા ઉદયાધીન સાધુ સંયમ જીવનનો ત્યાગ કરવા મનથી તૈયાર થઈ ગયા હોય પરંતુ પોતાના વિચારને જેણે આચરણમાં ન મૂક્યા હોય, સાધુ જીવનનો ત્યાગ કર્યો ન હોય, તેવી અવસ્થાને શાસ્ત્રકારે રાજુહિના અગોરાફળ શબ્દ દ્વારા પ્રગટ કરી છે. તાત્પર્ય એ છે કે સંયમથી પલાયન કરવાના સંકલ્પવાળા સાધકે જ્યાં સુધી પલાયન કર્યું નથી ત્યાં સુધી ઉન્માર્ગે જવા તત્પર મનને પરિવર્તિત કરવા માટે આ ચૂલિકામાં નિરૂપિત ચિંતન બિંદુઓ પર પોતે વિચાર કરવો જોઈએ અથવા તો ગુરુ આચાર્યાદિ એ જેની પાસે પણ તે પોતાના વિચાર રજુ કરે તે મહામુનિ એ આ ચિંતન બિંદુઓને આધારે તેના હિત માટે પ્રયત્ન કરવો જોઈએ.