Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચૂલિકા-૧ : રતિવાક્યા
પ્રથમ ચૂલિકા
પરિચય
★
૪૭૩
આ ચૂલિકાનું નામ રતિવાક્યા છે.
*
ચૂલિકા શબ્દનો અર્થ છે– ચોટી, શિખર, અગ્રભાગ કે શિખરસ્થ વિભાગ, પર્વતનો ઉપરી ભાગ શિખર કહેવાય, માનવના મસ્તક પર કેશ સમૂહ ચોટી કહેવાય; શિખર અને ચોટી એક કે અનેક પણ હોય છે. આ રીતે અહીં દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયન પછીના બે અધ્યયનને 'ચૂલિકા' કહેવાય છે. અર્થાત્ આ સૂત્રની બે ચૂલિકા છે.
★
જે રીતે શિખર પર્વતની શોભાને વધારે છે, તે જ રીતે દશવૈકાલિક સૂત્રની આ બંને ચૂલિકા તેના સંયમ સાધના રૂપ વિષયને વિશેષ સુશોભિત કરે છે.
★
જેમ શિખર, ચોટી ક્રમશઃ પર્વત અને માનવનું અભિન્ન અંગ હોય છે; તેમ સૂત્રની ચૂલિકા વિભાગ પણ તેનું જ અભિન્ન અંગ છે.
* જેમ પર્વતના શિખર અને માનવના વાળની રચના એની સાથે પ્રારંભથી જ હોય છે તેમ ચૂલિકાની રચના પણ સૂત્રની સાથે જ હોય છે. દૃષ્ટિવાદ નામના બારમા અંગ સૂત્રમાં પણ તેના પાંચ વિભાગોમાં ચૂલિકા વિભાગ છે, તે તેની સાથે જ છે.
* સંયમમાં રતિ ઉત્પન્ન કરનાર ઉપદેશક વિષયનો સંગ્રહ હોવાથી આ ચૂલિકાનું રતિવાક્યા નામ
સાર્થક છે
*
સંયમ સ્વીકાર કર્યા પછી કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં સાધકને સંયમી જીવનમાં અરિત ઉત્પન્ન થઈ જાય, સાધકનું ચિત્ત ચંચળ બની જાય, સંયમી જીવન છોડીને ગૃહવાસ સ્વીકારવાની ઇચ્છા થઈ જાય તેવી સ્થિતિમાં સાધુની ગૃહવાસની રતિને દૂર કરી સંયમી જીવન પ્રત્યે રતિ ઉત્પન્ન કરવા માટે આ ચૂલિકામાં સૂત્રકારે અઢાર સ્થાનનું વર્ણન કર્યું છે. તેનું ગંભીર ચિંતન અને મનન સાધુને સ્થિર કરી શકે છે. તેથી તેનું રતિવાક્યા નામ સાર્થક છે.
★
આ ચૂલિકાની રચના ગદ્ય અને પદ્ય બંને રીતે થઈ છે. તેના પ્રારંભમાં ગદ્યરૂપે સૂત્ર પાઠ છે અને ત્યાર પછી તે જ ભાવને અનુસરતી ગાથાઓ છે.
★
જેમ ઘોડાને લગામ અને હાથીને અંકુશ, જહાજને સ્થિર બનાવવામાં નિમિત્ત બને છે તેમ ચંચળ ચિત્તની સ્થિરતાના નિમિત્તભૂત અઢાર સ્થાનોનું વર્ણન આ ચૂલિકામાં છે. જેમાં પ્રાયઃ ગૃહસ્થાશ્રમની