Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૩૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
સ્વાધ્યાય કરતાં તેમાં તન્મય થઈ જતાં સાધક તો સંયમ ભાવોમાં મેરુ જેવા અડગ મનોબળવાળા થઈ જાય છે. તેઓને વિચારોના કોઈ પણ વાવાઝોડા કે તોફાન સંયમના વર્ધમાન પરિણામથી રંચ માત્ર પણ ચલિત કરી શકતા નથી. (૪) જિઓ પર વાવરૂ જ્ઞામિ :- શાસ્ત્રનું અધ્યયન સ્વયંને સંયમમાં સ્થિર કરે છે. તે જ રીતે બહુશ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના માધ્યમથી અન્યને પણ સંયમમાં સ્થિર કરી શકે છે.
બહુશ્રુતજ્ઞાની ચંચળ બનેલા શિષ્યની ચંચળતાનું કારણ જાણે. તેના તર્ક-વિતર્કોને શાંતિથી સાંભળે ત્યાર પછી આગમ જ્ઞાન તથા પોતાના સંયમી જીવનના અનુભવના આધારે તેનું સમાધાન કરે અને શાસ્ત્રમાં વર્ણિત ચિત્તશુદ્ધિ માટેના ઉપાયોનું પાલન કરાવે છે અને તે ઉપાયોનો પ્રયોગ કરતા સાધકનું ચંચળ ચિત્ત શાંત બને છે.
ક્યારેક તે બહુશ્રુતજ્ઞાનીના ઉપદેશ વિના જ તેઓની સ્વાધ્યાય, તપ ત્યાગમય જીવનચર્યાના અવલોકન માત્રથી પણ સાધકનું ચિત્ત શાંત બની જાય છે.
આ રીતે અન્યને સંયમમાં સ્થિર કરવા માટે પણ શ્રતનું અધ્યયન ઉપયોગી થાય છે.
સંક્ષેપમાં જ્ઞાન ગુણને પ્રગટ કરવા, ચિત્તને એકાગ્ર કરવા, તેમજ સંયમમાં સ્થિર બનવા કે અન્યને બનાવવા માટે શ્રતની આરાધના કરવી તે જ શ્રુતસમાધિ છે.
આ ચારે ય શ્રુત સમાધિના શાસ્ત્રકારના આશયને સમજી પ્રત્યેક સાધકે શાસ્ત્રના અધ્યયનમાં રમણ કરી સંયમનો અનેરો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ.
શ્રુતજ્ઞાનના અપરંપાર મહિમાનું જીવંત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના અગિયારમાં અધ્યયનમાં કરવામાં આવ્યું છે. ત્યાં વિશાલ શ્રુતજ્ઞાની બહુશ્રુત શ્રમણની લોકમાં મહાનતમ ગણાતી ઈન્દ્ર, નરેન્દ્ર, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પર્વત, નદી વગેરે હસ્તિઓની ઉપમાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તે વર્ણનના ભાવોથી સ્પષ્ટ થાય છે કે તે શ્રુત પારગામી બહુશ્રુત ક્યાંય કોઈ બાબતમાં અચકાતા નથી, ક્યાંય અટકતા નથી અને ક્યાંય પણ ભટકતા નથી. તે સર્વત્ર સર્વથા અજેય યોદ્ધાની જેમ મોક્ષમાર્ગમાં વિજય પતાકા ફરકાવે છે. તેથી અધ્યયનના અંતે પણ સાધકને શ્રત અધ્યયનની પ્રેરણા કરતાં કહ્યું છે કે અપાઈ પરં વેવ સિદ્ધિ સંપાઉંઝાલિ = આ કૃતની સાધના આરાધના વડે સ્વ અને પર બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં પરનો મતલબ છે કે બહુશ્રુતના સાંનિધ્યમાં રહેનારને પણ આત્મસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ ચારે સમાધિના આધારે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે શ્રુત અધ્યયન, આરાધનામાં સંયમ સાધકોને ભૌતિક સ્વાર્થ સિદ્ધિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનું તેમજ ચમત્કાર કે લોકિક કર્મનું કોઈ લક્ષ્ય કે પ્રયોજન હોતું નથી. તપસમાધિ :| ४ चउव्विहा खलु तवसमाहि भवइ; तं जहा- णो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा णो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा, णो कित्तिवण्णसद्दसिलोगट्ठयाए तवमहिट्ठिज्जा,