Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૧૦ : સ ભિક્ષુ
ચિત્તને સ્થિર રાખે છે; ધન અને સોનું ચાંદી આદિ રાખતા નથી અને ઘર ગૃહસ્થ જેવા કાર્યો કરતા નથી, તેમાં ભાગ લેતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે.
૪૫૩
सम्मट्ठी सया अमूढे, अत्थि णाणे तवे संजमे य । तवसा धुणइ पुराणपावगं, मणवयकायसुसंवुडे जे स भिक्खू ॥ છાયાનુવાદ : સમ્યગ્દષ્ટિ: સવા અમૂ:, अस्ति खलु ज्ञानं तपः संयमश्च । तपसा धुनोति पुराणपापकं मनोवाक्कायसुसंवृतो यः स भिक्षुः ॥
७
શબ્દાર્થ:- સમ્મદ્દિકી - સમ્યગ્દષ્ટ સયા અમૂઢે = ચતુર, સદા સાવધાન રહે ગાળે = જ્ઞાનમાં તવે - તપમાં સંક્રમે = સંયમમાં અસ્થિ = રહે છે મળવયાયસુસંવુડે - મન, વચન અને
=
કાયાથી સંવૃત્ત છે તવસા = તપથી પુરાળપાવન = પૂર્વકૃત પાપ કર્મોને ધુળરૂ = નષ્ટ કરે છે.
ભાવાર્થ:- જે સમ્યગ્દર્શી છે, જ્ઞાન, તપ અને સંયમમાં સદા સાવધાન રહે છે; તપથી પૂર્વકર્મોને ક્ષય કરે છે તથા મન, વચન અને કાયાએ ત્રણે ય યોગ સંવૃત્ત રાખે છે અર્થાત્ નવીન કર્મ બંધ કરતા નથી; તે શ્રેષ્ઠ સાધુ છે.
વિવેચન :
પ્રસ્તુત । બે ગાથાઓમાં શ્રમણચર્યાના જાગૃતિ મૂલક ગુણોનું વર્ણન કરી, તે ગુણધારક શ્રમણને શ્રેષ્ઠ સાધુ રૂપે દર્શાવ્યા છે.
આત્મવિશુદ્ધિ માટે જે શ્રમ કરે છે તેને શ્રમણ કહે છે. તેની સિદ્ધિ માટે તે સતત સાવધાન રહે છે. તે શ્રમણચર્યાનું યથાર્થ પાલન કરે છે. સૂત્રકારે અહીં ભિક્ષુના બાહ્ય અને આત્યંતર ત્યાગનું કથન કર્યું છે. ચાર કષાયરૂપ આપ્યંતર પરિગ્રહ અને ધન, સોનું, રૂપુ, ઘર, ગૃહસ્થ સંબંધ આદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ, જિનકથિત સંયમયોગમાં નિશ્ચલતા; સમ્યગ્દર્શનની પ્રાપ્તિ; જ્ઞાન, સંયમ તપની આરાધનામાં મૂઢતાનો ત્યાગ, તપ દ્વારા પૂર્વકૃત કર્મોનો નાશ કરવાની પ્રયત્નશીલતા, ત્રણ યોગના આશ્રવનો નિરોધ; તે આદર્શ ભિક્ષુની ઓળખાણ છે.
યુવનોff:– ધ્રુવયોગીના વિવિધ અર્થ થાય છે– (૧) જેણે પોતાના મન, વચન અને કાયાના યોગોને જિનાજ્ઞાપાલનમાં નિશ્ચલતાથી જોડી દીધા હોય તે ધ્રુવયોગી છે. (૨) પ્રતિલેખન આદિ આવશ્યક કાર્યોને જે નિયમિતરૂપે કરતા હોય તે ધ્રુવયોગી છે. (૩) જિન વચનરૂપ દ્વાદશાંગીના અધ્યયનમાં જે નિશ્ચલ યોગ યુક્ત હોય તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત હોય તે ધ્રુવયોગી છે.
િિહનો નં:- ગૃહસ્થના કાર્યો. પચન–પાચન, ક્રય–વિક્રય આદિ ગૃહસ્થ યોગ્ય ક્રિયાને ગૃહીયોગ(ગૃહસ્થ યોગ) કહે છે. મૂર્છા વશ ગૃહસ્થના અતિ સંબંધ પણ ગૃહીયોગ કહેવાય છે.