Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૫૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અમૂકે:- મૂર્ખતા ન કરનાર, કુળશતાથી રહેનાર, પોતાના ગુણોમાં સાવધાન. (૧) મિથ્યાદષ્ટિઓના વૈભવાદિ જોઈને મૂઢતા ન લાવનાર (૨) દેવ ગુરુ અને ધર્મ, આ તત્ત્વત્રયીમાં દઢ વિશ્વાસ રાખનાર તે સંબંધમાં મૂઢતા–ગફલત ન કરનાર (૩) શાસ્ત્ર મૂઢતાથી જે દૂર રહેનાર હોય; તે અમૂઢ કહેવાય છે. અ0િ g નાખે તને સંગને – હેય, શેય, ઉપાદેય પદાર્થોને જણાવનાર જ્ઞાન છે. કર્મમલને શુદ્ધ કરવા માટે જળસમાન બાહાત્યંતર તપ છે અને નવા કર્મના બંધનો વિરોધ કરનાર સંયમ છે. આ જ્ઞાન, તપ, સંયમમાં મુનિ દઢ આસ્થા રાખે, મૂઢતા ન કરે. અહીં મૂકે શબ્દ દેહલી દીપક ન્યાયથી સમ્યગુદષ્ટિ સાથે પણ જોડાય અને જ્ઞાન, તપ, સંયમ સાથે પણ થાય છે. ત્યારે ગાથાના પૂવાદ્ધનો અર્થ આ પ્રમાણે થાય છે– સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ અને ચારિત્રમાં પૂર્ણ સાવધાની રાખનાર, કોઈ પ્રકારે મૂર્ખતા(બેદરકારી) ન કરનાર. મન-વ-વાય સુસંધુદે - મન, વચન, કાયાથી સુસંવૃત. મનથી સુસંવૃત = અકુશળ મનનો નિરોધ અને કુશલ મનની ઉદીરણા કરનાર(તેનો પ્રયોગ કરનાર) વચનસુસંવત = અપ્રશસ્ત વચનનો નિરોધ કરી પ્રશસ્ત વચનોની ઉદીરણા કરનાર અથવા મૌન રાખનાર. કાય સુસંવૃત-શાસ્ત્રોક્ત નિયમાનુસાર સમિતિપૂર્વક કાયિક ચેષ્ટાઓ કરનાર અને શેષ આકરણીય ક્રિયાઓ ન કરનાર. આ રીતે આ શબ્દથી સાધકને ત્રણ યોગના આશ્રવ ત્યાગનો સંકેત છે. આહારમાં નિઃસ્પૃહ શ્રેષ્ઠ ભિક્ષુ :
__ तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता ।
होही अट्ठो सुए परे वा, तं ण णिहे ण णिहावए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ તથૈવ માન પાન વા, વિવિધું સ્વાદ્ય વાદ્ય તથ્વી !
भविष्यत्यर्थः श्वः परस्मिन्वा, तन्न निधत्ते न निधापयति यः स भिक्षुः ॥ શબ્દાર્થ – અ = અન પણ = પાણી વિવિદ = વિવિધ પ્રકારના વામ = ખાદિમ સાફ = સ્વાદિમ સ્વાદ્ય પદાર્થોને મત્તા = પ્રાપ્ત કરીને સુ = કાલે પરે = પરમ દિવસે અકો રોહી = પ્રયોજનાર્થે, કામ આવશે, એમ વિચારીને તેં તે પદાર્થોને ન foણે = વાસી રાખે નહિ ન શિવ = તથા બીજા પાસે વાસી રખાવે નહિ. ભાવાર્થ:- તેમજ વિવિધ પ્રકારનાં આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમ વગેરે સુંદર ભિક્ષા મેળવીને કાલે કે પરમ દિવસે ઉપયોગમાં આવશે, એમ માનીને જે સાધક સંચય કરે નહિ; કરાવે નહિ; તે શ્રેષ્ઠ સાધુ છે.
तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता । छंदिय साहम्मियाण भुंजे, भुच्चा सज्झायरए जे स भिक्खू ॥
L