Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 528
________________ ૪૬૮ ] શ્રી દશવૈકાલિક સત્ર તેથી ગંભીરતાની જગ્યાએ તોછડાપણું નિષ્પન્ન થાય છે. તેથી બીજા માટે લઘુતા સૂચક કુશીલિયા કે શિથિલાચારી જેવા શબ્દો તેમજ બીજાને ક્રોધ ઉત્પન્ન થાય એવા અવિવેક કે આક્ષેપ યુક્ત શબ્દો તેના મુખમાંથી નીકળી જાય છે. ક્યારેક કર્મોના ઉદયે કોઈક સાધુ શિથિલાચારનું સેવન કરે અને અન્ય સાધુને તે સ્પષ્ટ જણાય તેમ છતાં સાધુ તેને શિથિલાચારી કહે નહીં, આ શાસ્ત્રાજ્ઞા છે. આ પ્રકારનો ભાષાપ્રયોગ પરપીડાકારી છે તેમ જ તે બોલનાર સાધુની જ બહિવૃત્તિનું પરિણામ છે. તથા પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન છે. પરનિંદા અને આત્મશ્લાઘા તે મહાદોષ છે. તેનાથી નીચગોત્ર, અશાતા વેદનીય, અનાદેય નામ કર્મ વગેરે પાપકર્મનો બંધ થાય છે; ભવભ્રમણ વધી જાય છે. તેથી મુનિએ તે દોષોથી દૂર રહેવું જોઈએ. સાધકના અંતરમાં જ્યારે ઉપરોક્ત માનસંજ્ઞાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે તેનું નિવારણ કરી કર્મ બંધથી અને આત્મ અવનતિથી બચી શકે તે માટે શાસ્ત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં ઉપાય પણ દર્શાવ્યો છે. નાળિય પત્તાં પુખ પર્વ - સાધકના મનમાં જ્યારે કોઈના પ્રત્યે વિષમ ભાવ જાગે ત્યારે જ તેણે પ્રત્યેક જીવોના કર્મની વિચિત્રતાનો વિચાર કરીને પરદોષ પ્રત્યે ઉપેક્ષા ભાવ કેળવવો જોઈએ. ૧૭ પ્રકારના સંયમમાં પણ ઉપેક્ષા સંયમ નું કથન છે. આ વિષયમાં શાસ્ત્રકાર આત્મચિંતન રૂ૫ સરલ માર્ગદર્શન આપે છે કે- દરેક વ્યક્તિના પુણ્ય કર્મ, પાપ કર્મ ભિન્ન ભિન્ન હોય છે; કર્મોના ઉદય અનુસાર જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનું સર્જન થાય છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમ અને ઉદય પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી કોઈના પ્રત્યે વિષમ ભાવો કરવા યોગ્ય નથી. તીર્થકરોના સમયમાં પણ ગોશાલક, જમાલી જેવા અને અન્ય પણ ચારે ય ગતિમાં ભ્રમણ કરનારા જીવો હોય છે; તેઓ પોતપોતાના કર્મ ઉદય પ્રમાણે વર્તે છે. શ્રમણ નિગ્રંથોની અપેક્ષાએ પણ લોકમાં સદા સંયમના મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષ સેવન કરનારા સાધક અનેક સો કરોડ શાશ્વત હોય જ છે. માટે મારે ભાવ, ભાષા કે વ્યવહાર કોઈ પ્રત્યે અશુદ્ધ કરી, સ્વપરના કર્મબંધકારક કામ કરવા નથી; એ જ મારી સમભાવની સાધનાનો સાચો માર્ગ છે. આ રીતે ચિંતન કરી, સાધક પોતાના, પરદોષ દષ્ટિથી ઉત્પન્ન થતા ભાવોનું પરિવર્તન કરીને સમભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે. પર નિંદાના, પર તિરસ્કારના ભાવોને નિષ્ફળ કરે. જ નાફ મત્તે મિજવુઃ- અઢારમી ગાથાના અંતે આત્મોત્કર્ષ ન કરવાનો એટલે પોતે પોતાની બડાઈ ન હાંકવાનો ઉપદેશ છે તેમજ આ ઓગણીસમી ગાથાના અંતે ધર્મધ્યાનમાં, આત્મ સાધનામાં લીન, તલ્લીન રહેવાનો ઉપદેશ છે. તે બંને ઉપદેશ વાક્યોનો સાર એ છે કે પોતાનું માન અને બીજાનું અસન્માન બંને દષ્ટિ છોડી, પર દોષ પ્રતિ ઉપેક્ષા સંયમ કરીને માત્ર પોતાના કલ્યાણ માટે ધર્મધ્યાનમાં લીન થઈ જવું જોઈએ. તેમ કરનાર શ્રમણ આ જગતમાં શ્રેષ્ઠ સાધુ કહેવા યોગ્ય થાય છે. માનિ સવ્વા િવિવMા :- આવશ્યક સૂત્ર વગેરે શાસ્ત્રોમાં મદના આઠ પ્રકાર કહ્યા છે. તેમાંથી અહીં ચાર મદનાં નામ છે, શેષ માટે સંક્ષિપ્ત પાઠ દ્વારા સર્વ પ્રકારના મદ(અહંભાવ) ન કરવાનું સૂચન છે. સાધુ આત્મપ્રશંસા અને પરનિંદાના નિમિત્તભૂત જાતિમદ, કુલમદ આદિ સર્વ પ્રકારના મદનો

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613