Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
શાસન પ્રભાવના કરતા સાધક સર્વથા બહિર્મુખી બની જાય તો તેનામાં અનેક દૂષણો પ્રવેશ કરી જાય છે. તેથી સૂત્રકારે ગાથાના ઉત્તરાર્ધમાં મુનિને સાવધાન કર્યા છે કે ઉપદેશની સાથે મુનિ સ્વાધ્યાય અનુપ્રેક્ષાથી સ્વાત્મ અનુશાસન પણ બરોબર રાખે. કોઈપણ લક્ષ્ય મુનિ સ્વયંના આચારમાં શિથિલ થાય નહીં અને આગમકારના શબ્દોમાં કુશીલ બિરુદવાળો બને નહીં. અર્થાત્ મહાવ્રત સમિતિ ગુપ્તિ વગેરેનું બરોબર સંરક્ષણ કરે, તેમજ નાના મોટા દરેક નિયમોનું પૂર્ણ પાલન કરતાં હાંસી, મજાક, વિકથા, કુચેષ્ટાઓ કે મંત્ર-તંત્ર અને ચમત્કાર વગેરેમાં પડે નહીં.
આ રીતે આ ગાળામાં શાસ્ત્રકારે જનકલ્યાણ અને સ્વ અનુશાસન તેમ બને મુખ્ય બિંદુઓની કુશલતાપૂર્વક સૂચના કરી છે.
:- જ શબ્દ ૬ ધાતુથી બન્યો છે. તેનો અર્થ છે- વિસ્મય ઉત્પન્ન કરનારી ઐન્દ્રજાલિક વગેરે ચમત્કારિક પ્રવૃત્તિઓ કરવી. સંયમ સાધક મુનિ આ પ્રકારની અને હાસ્ય પ્રેરક કુતૂહલ પ્રવૃત્તિઓનો તેમજ ચેષ્ટાઓનો ત્યાગ કરે.
ઉપરોક્ત દૂષિત પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાથી જ સાધુની સાધુતા ઉજ્જવળ બને છે. ઉપસંહાર : ગુણ સંપન્ન શ્રેષ્ઠ સાધુની મુક્તિ :
तं देहवासं असुइं असासयं, सया चए णिच्चहियट्ठियप्पा ।
छिदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ॥ त्ति बेमि । છાયાનુવાદઃ તં રેહવાનં અશુદ્ધિ માખ્યાં, સલા ચને નિત્યહિતઃ સ્વિતાત્મા छित्त्वा जाति-मरणस्य बन्धनं, उपैति भिक्षुः अपुनरागमां गतिम् ॥
II રૂતિ વારિ II શબ્દાર્થ – ગિન્નષ્ક્રિય = નિત્યહિતરૂપ સમ્યક દર્શનાદિમાં સુસ્થિત રહેનાર અસુ = અશુચિમય સલાયં = અશાશ્વત, નશ્વરતં તે વેદવાકં = દેહવાસને સયા = હંમેશાં ૨૫ = છોડી દે છે કારણક્સ = જન્મ મરણના વંથd = બંધનને છિદિg - છેદન કરીને અપુણાગા= = અપુનરાગમન નામની પાછું = ગતિને ૩ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ – તે શ્રેષ્ઠ સાધુ હંમેશાં કલ્યાણ માર્ગમાં આત્માને સ્થિર રાખીને, નશ્વર અને અપવિત્ર દેહવાસને = શરીરના મમત્વને નિરંતર દૂર કરીને તથા જન્મ-મરણનાં બંધનોને સર્વથા ઉચ્છેદ કરીને, જ્યાંથી પુનઃ આગમન થતું નથી એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથા આ શાસ્ત્રના તથા અધ્યયનના ઉપસંહારરૂપે છે.