Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
ચારિત્ર તપ રૂપ જિનોપદિષ્ટ સંપૂર્ણ સંયમ યાત્રામાં સ્થિર રહેવું. તેવા ગુણયુક્ત શ્રમણને સ્થિતા કહે છે.
અખિદે :- આ શબ્દ અહીં સાધુનું વિશેષણ છે, આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધમાં પણ આ શબ્દ સાધુના વિશેષણ રૂપે પ્રયુક્ત છે. આ શબ્દનો અર્થ છે– મુનિ કોઈપણ બાહ્ય ભાવમાં કે બાહ્ય સંયોગોમાં સ્નેહ કે આસક્તિ પરિણામ કરે નહીં. આ પહેલાં આઠમી ગાથામાં આહાર સાથે નો ઉપદે શબ્દ પ્રયોગ છે, ત્યાં તે આહારના સંગ્રહ અર્થમાં પ્રયુક્ત છે અને અહીં નો ઉપદે થી આ પદે શબ્દ ભિન્ન છે. તેનો પ્રાસંગિક અર્થ સ્નેહ ન કરે તે પ્રમાણે થાય છે. આ રીતે આહારાદિની લોલુપતા કે માન-સન્માનની ઈચ્છા ન રાખનાર અને સર્વ પ્રકારના સ્નેહ ભાવોનો ત્યાગ કરનાર મુનિ શ્રેષ્ઠ સાધુ કહેવાય છે.
અનોન બિહૂ = જે અપ્રાપ્ત રસ આદિની ઇચ્છા–લાલસા કરતા નથી તે અલોલ કહેવાય છે અને પ્રાપ્ત સરસ પદાર્થોમાં મજા માણવી તે ગૃદ્ધિ કહેવાય છે. પદાર્થોની પ્રાપ્તિ પહેલાં કે પદાર્થોના ત્યાગ કર્યા પછી પણ જેના અંતરના ઊંડાણમાં તે પદાર્થોની લાલસા અભિલાષા હોય તે લોલુપતા કહેવાય છે. લોલુપતાનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. માટે મુનિ સર્વ પ્રકારની અર્થાત્ આહાર કે ઉપકરણો સંબંધી લોલુપતાનો ત્યાગ કરે છે. આત્મોત્કર્ષ અને જાત્યાદિ મદત્યાગી શ્રેષ્ઠ સાધુ:
ण परं वइज्जासि अयं कुसीले, जेणं च कुप्पिज्ज ण तं वइज्जा। | १८
जाणिय पत्तेयं पुण्णपावं, अत्ताणं ण समुक्कसे जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પ વધે અ સુશીલતા, ચેનાજઃ કુષ્યત્ર તત્વવેત્
ज्ञात्वा प्रत्येक पुण्यपाप, आत्मानं न समुत्कर्षति यः स भिक्षुः ॥ શબ્દાર્થ - પ = બીજાને ૩ય = આ રીતે = દુશ્ચરિત્રી છે, કુશીલ શિથિલાચારી છે જ નgબ્બા = એમ કહે નહિ ને રાખો) = અને જેનાથી. જેનાથી અન્યને ઋષિષ = ક્રોધ થાય તે = તેવા વચનને જ વળ્યા = બોલે નહિ પુજાપવું = જે પુણ્ય અને પાપ પરેય = પ્રત્યેક જીવ ગાય એમ જાણીને ગપ્પા = પોતાના આત્માને સમુદ્ર = ગર્વથી પ્રશંસા ન કરે. ભાવાર્થ:- પ્રત્યેક જીવના પુણ્ય અને પાપ પૃથક–પૃથક છે અર્થાત્ કર્મોના ઉદય વિચિત્ર છે, તેમ જાણીને સાધુ બીજાને "આ કુશીલ-શિથિલાચારી છે" તેમ ન કહે, તેમજ જેનાથી અન્યને ક્રોધ થાય તેવા વાક્ય પણ ન બોલે, પોતાનો ઉત્કર્ષ ન કરે, અતિશય બડાઈ ન કરે; તે શ્રેષ્ઠ સાધુ છે.
ण जाइमत्ते ण य रूवमत्ते, ण लाभमत्ते ण सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, धम्मज्झाणरए जे स भिक्खू ॥