Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ઘણા મોટા અવાજે બોલવું નહીં, કારણ કે તેમ બોલવાથી વાયુકાયની વધારે વિરાધના થાય, સાંભળનારને કષ્ટ થાય, સાધુનો અવિવેક દેખાય; તેમજ સ્વર ભેદ થતાં ગળાની તકલીફ થઈ જાય વગેરે દોષો થાય છે. મુનિએ બોલતા સમયે ગરદન સહિત મસ્તકને કે સંપૂર્ણ શરીરને અતિ સંચાલિત કરવું નહીં, પ્રવચન સમયે પણ શરીરને વધારે હલાવવું નહીં ઇત્યાદિ વચન પ્રયોગ સમયે શરીરની પ્રવૃત્તિનો વિવેક રાખવો, તે વાવના કહેવાય છે.
સનાિ :- હાથ, પગ અને વચન પ્રવૃત્તિના કથન પછી આ ઓધિક શબ્દ દ્વારા અવશેષકાય પ્રવૃત્તિનું સૂચન છે. તેમાં આંખોના સંચાલન વગેરેનો વિવેક, કમ્મર અને ગરદન સંચાલનનો વિવેક કે આખા શરીરથી કૂદવા, નાચવા વગેરેની પ્રવૃત્તિ ન કરવા રૂપ વિવેકનું સૂચન આ શબ્દ દ્વારા સમજી લેવું જોઈએ તથા સૂત્રમાં નિષિદ્ધ દર્શનીય સ્થલ જોવા ન જવું, શબ્દ સાંભળવા ન જવું વગેરે ઈન્દ્રિય વિષયોની આસક્તિમાં સંયમ રાખવાનું કથન પણ આ શબ્દ દ્વારા સમજી લેવું જોઈએ.
આ રીતે ગાથાના પૂર્વાદ્ધમાં મુનિના સયત નામની પૂર્ણ સાર્થકતાના ગુણોનો નિર્દેશ છે કે મુનિ હસ્ત સંયત હોય, પાદ સંયત હોય, વાક સંયત હોય અને સર્વેન્દ્રિય(આખા શરીરથી) સંયત હોય; તેને શ્રેષ્ઠ સાધુ કહેવાય છે.
બાપ્પા :- મુનિ આધ્યાત્મમાં, પોતાની આત્મ સાધનામાં, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર સંયમ સાધનામાં લીન રહે, આત્મ સાધનાની મસ્તીમાં જ આનંદ માણતો રહે.
સુરમરિયપ્પા :- સુસમાધિત = પૂર્ણ શાંત, પ્રશાંત, પ્રસન્ન. અખા = ચિત્ત. મુનિ કોઈપણ સાધનામાં લીન હોય, તેને ચિત્તની સ્વસ્થતા, મનની સમાધિ રાખવાનો પણ સફળ અભ્યાસ હોવો જોઈએ. ગમે તેવા સંયોગોમાં, કર્મોના ઉદયમાં, અનુકૂળ કે પ્રતિકૂળ ઈન્દ્રિય વિષયના સંયોગોમાં, અવનવા દશ્યોમાં, શબ્દોમાં, રસમાં કે સ્પર્શમાં મુનિ આકુળ-વ્યાકુળ થાય નહીં, તેના માટે કોઈ સંકલ્પ વિકલ્પ કરે નહીં પરંતુ તે સર્વ સંયોગોને આત્માથી ભિન્ન માનીને પોતાના આત્મભાવમાં સ્થિર થાય, સંપૂર્ણ રીતે શાંત અને પ્રશાંત રહે તેને સુસદિયા કહેવાય છે.
સુન્નત્યં ચ વિપટ્ટ - સાધુની સાધના કેટલાય ઊંચે દરજે પહોંચી જાય; તેના હાથ, પગ અને શરીર બધા પૂર્ણ સંયત થઈ જાય, તે આધ્યાત્મ યોગી થઈ જાય અને તેનું ચિત્ત પણ શાંત-સમાધિસ્થ થઈ જાય, તેમ છતાં સાધકના સમસ્ત જીવનના મૂલ આધાર જે આગમ શાસ્ત્ર છે, તેનું સન્માન એના જીવનમાં ઓછું થવું જોઈએ નહીં. માટે ગાથાના અંતિમ ચરણમાં કહ્યું છે કે મોક્ષ સાધક મુનિ સૂત્ર અને તેના અર્થને જાણે; જાણતો જ રહે, વિચારતો જ રહે અર્થાત્ જીવનભર સાધુને સ્વાધ્યાય અને તેની અનુપ્રેક્ષા રૂપ ધ્યાન વગેરે કરવાનું આવશ્યક કર્તવ્ય હોય છે. ગૌતમ સ્વામી જેવા સર્વોચ્ચ સાધક પણ આગમ સ્વાધ્યાય કર્યા પછી જ તપશ્ચર્યાના પારણે ગોચરી લેવા જાય; તેવા શાસ્ત્ર વર્ણન સાધુને સૂત્રાર્થ જાણવાની અને ફેરવવાની પ્રબળ પ્રેરણા દાયક છે.
સર્વ સાધનાનો આધાર આગમજ્ઞાન છે. સૂત્ર અને અર્થના જ્ઞાનથી જ સાધુ સંયમ જીવનના આચાર