Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૩૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ -સુયમદિ = શ્રુત સમાધિ ને = મને સુ= આચારાંગાદિ શ્રુતજ્ઞાન ભવિસરું = પ્રાપ્ત થશે રિતેથી મારૂં બં = અધ્યયન કરવું ઉચિત મવડું - છે શ્રુતજ્ઞાનથી પવિત્તો હું એકાગ્રચિત્તવાળો વિનિ = થઈશ અખા = એકાગ્ર ચિત્તથી મારા આત્માને ટાવફામિ = સંયમમાં સ્થાપિત કરી શકીશત્તિ = તેથી પણ દિવો = સ્વધર્મમાં સ્થિત થયેલો એવો હું પર = બીજાને, અન્યને, શિષ્યને ધર્મમાં વાવસાનિ = સ્થાપિત કરી શકીશ.
ના = સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પવિત્ત = ચિત્ત એકાગ્ર થાય છે રિઓ = સ્વયં ધર્મમાં (મોક્ષ માર્ગમાં) સ્થિત થાય છે પરં= અન્યને પણ વયટ્ટ= ધર્મમાં સ્થિત કરે છે અને સુયોનિ = અનેક પ્રકારના શ્રુતજ્ઞાનનું વિશ્વના = અધ્યયન કરીને સુય સમાધિ = શ્રુત સમાધિના વિષયમાં ર =રત રહે છે.
ભાવાર્થ:- શ્રત સમાધિ ચાર પ્રકારની છે. યથા– (૧) મને વાસ્તવિક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે; તેથી મારે અધ્યયન કરવું જોઈએ. (૨) મારું વિભાવમાં જતું ચંચળ ચિત્ત જ્ઞાનમાં એકાગ્ર થઈ જશે માટે મારે અધ્યયન કરવું જોઈએ. (૩) શ્રુતજ્ઞાનની લગામ વડે હું મારા આત્માને સન્માર્ગે(ધર્મમાં સ્થાપિત કરી શકીશ, માટે મારે અધ્યયન કરવું જોઈએ. (૪) ધર્મમાં સ્થિત થયેલો હું સ્વયં ક્યારેક બીજા ભવ્ય જીવોને પણ ધર્મમાં સ્થિર કરી શકીશ; આ કારણે પણ મારે કૃતનો અભ્યાસ કરવો જોઈએ. આ ચોથું શ્રુત સમાધિ સ્થાન થયું, આ વિષયક શ્લોક પણ છે–
ગાથાર્થ– જે મુનિ શાસ્ત્રાધ્યયન કરે છે તેનું જ્ઞાન વિકસિત થાય છે અર્થાત્ તેના જ્ઞાનની નિરંતર અભિવૃદ્ધિ થાય છે; ચિત્તમાં એકાગ્રતા આવે છે, તે સ્વયં ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ ધર્મ માર્ગમાં સ્થિર કરે છે, આ હેતુઓથી મુનિ, શાસ્ત્રોનો અભ્યાસ-અધ્યયન કરીને શ્રુત સમાધિમાં અર્થાત્ શ્રુતારાધનામાં જ સદા તન્મય રહે, તલ્લીન રહે; પૂર્ણરૂપે અનુરક્ત રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્ર અને માથામાં શ્રુતસમાધિના સ્વરૂપનું નિરૂપણ ચાર પ્રકારે કરવામાં આવ્યું છે. સમાધિ :- અહીં શ્રતસમાધિના ચાર પ્રકાર કરીને શાસ્ત્રકારે જે પ્રમાણે વિષયનું નિરૂપણ કર્યું છે, તેના આધારે શ્રુતસમાધિનો અર્થ આ પ્રમાણે છે–શ્રુતની આરાધના, શાસ્ત્રોનું અધ્યયન, શાસ્ત્ર અધ્યયનના લાભ કે પ્રયોજનને જાણી, આગમનું સતત અધ્યયન કરવું, તે શ્રુતસમાધિ = શ્રુતની આરાધના કહેવાય છે. જ્ઞાનમાં એકાગ્રચિત્ત થવાથી સાધક સ્વયં જ્ઞાનાત્મામાં સ્થિર થાય છે, તે શ્રમસમાધિ છે.
તાત્પર્ય એ છે કે સાધકે દ્વાદશાંગી ગણિપિટક આદિ શાસ્ત્રના અધ્યયન, અધ્યાપન, ચિંતન, મનનમાં એકાગ્ર બની જવું જોઈએ. તેવી એકાગ્રતાથી અન્ય અનેક અશુભ વિકલ્પોનો નિરોધ થાય છે, તેથી આશ્રવ ઘટે અને નિર્જરા વધે છે. જે આત્મકલ્યાણ સાધવાનું કારણ બને છે. આ રીતે શ્રતનું અધ્યયન એ જ શ્રુતસમાધિરૂપ છે. તેના ચાર પ્રકાર દર્શાવતા શાસ્ત્રકારે તેમાં શ્રુત અધ્યયનના ચાર પ્રયોજનોનું