Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય-૯, ૯-૩: વિનય સમાધિ
૪૨૯ ]
કરે છM વ વિસતિ = સૂત્રકારે અહીં ગુરુની શિષ્યપ્રતિ કર્તવ્યનિષ્ઠાને પિતા પુત્રીના દષ્ટાંતે સમજાવીને શિષ્યોને સમર્પણ ભાવ કેળવવાની પ્રેરણા આપી છે. પુત્રીનો પિતા પ્રત્યે સમર્પણ ભાવ તેના લાભ માટે છે. તે જ રીતે શિષ્ય દ્વારા દીક્ષા, શિક્ષા અને જ્ઞાન પ્રદાતા આચાર્ય ગુરુવર્યો પ્રતિ અતિશય આદર ભાવ અને વિનય ભક્તિભાવ રાખવા તે શિષ્યના લાભ માટે છે. જે શિષ્યને આ પ્રકારની શિક્ષા અંતરમાં અવધારીને ગુરુની સેવા ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કરી તપ સંયમમાં સત્યનિષ્ઠ થઈ જાય છે તે ખરેખર લોક પૂજ્ય થઈ જાય છે.
આ તેરમી ગાથામાં સૂત્રકારે ગુરુ અને શિષ્ય બંનેના કર્તવ્યને પ્રદર્શિત કર્યા છે. વિનય કરવો જેમ શિષ્યનો ધર્મ છે, તે જ રીતે યોગ્ય શિષ્યને ગીતાર્થ બનાવી યોગ્યપદે સ્થાપિત કરવા તે ગુરુનો ધર્મ છે. આ રીતે સુયોગ્ય ગુરુ અને શિષ્યનો સંયોગ પરસ્પર હિતકારક અને પરંપરાએ મોક્ષ સાધક બને છે.
તેસિં હ ળય{[... - પ્રસ્તુત ગાથામાં ગુણના સાગર સમ ગુરુના ઉપદેશને અને આદેશને પ્રાપ્ત કરનાર પુણ્યશાળી શિષ્યને પંચ મહાવ્રત પાલન, ત્રિગુપ્તિ આરાધન અને ચાર કષાય વિજય કરવાની પ્રેરણા છે.
ગુરુદેવના વચનોના શ્રવણમાં અને તેના આચરણમાં સાધકનો જેટલો વિશેષ આદરભાવ પ્રગટ તેટલો તેને વિશેષ અને શીધ્ર શ્રુત, સંયમ અને તપનો લાભ થાય છે. ગુર્વાજ્ઞા પાલનથી જ શિષ્યમાં મહાવ્રતોના ભારને વહન કરવાનું સામર્થ્ય પ્રગટ થાય છે, મન, વચન અને કાયાને ગુપ્ત રાખવાની દઢતા ઉત્પન્ન થાય છે અને અંતે તે સંપૂર્ણ કષાય વિજેતા બની જાય છે.
આ રીતે ગુરુ ચરણોપાસક દુષ્કર કાર્યોને સરળતાથી સંપન્ન કરી શકે છે અને દુર્લભ્ય ગુણોને સુલભ કરી શકે છે.
ગુરુ સેવાથી સાધકની ક્રમશઃ મુક્તિ :___ गुरुमिह सययं पडियरिय मुणी, जिणमयणिउणे अभिगमकुसले ।
धुणिय रयमलं पुरेकडं, भासुरमउलं गई गओ ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ગુદ સત્તાં વિર્ય મુનિ, બિનનિપુળો માનશતઃ
धूत्वा रजोमलं पुरा कृतं, भास्वरामतुलां गतिं गतः ॥ શબ્દાર્થ - જિનમણિ૩ળે = જિન મતમાં નિપુણ, કુશલ, જિન ધર્મના તત્ત્વોને વિશિષ્ટ રીતે જાણનારો મામસને = વિવેક વ્યવહાર સમજવામાં કુશલ, સાધુઓની યોગ્ય સેવા ભક્તિમાં કુશલ મુનિ = સાધુગુ = ગુરુની દ = આ લોકમાં સાથે = નિરંતર પડિયા = પરિચર્યા, સેવા શુશ્રુષા કરીને પુજેવું = પૂર્વકૃત રથનાં કર્મરજને ધુfણય = ક્ષય કરીને માસુર = દિવ્યધામ-કેવળ