Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
=
=
શબ્દાર્થ:- મુળäિ = ગુણોથી સાદૂ = સાધુ અનુત્તેäિ - અગુણોથી અસાદું = અસાધુ હોય છે સાદૂનુળ = સાધુ યોગ્ય ગુણોને શિન્હાહિ = ગ્રહણ કરી લે અને અસાદું = અસાધુ યોગ્ય અવગુણોને મંત્ર = છોડી દે અવ્વĒ = પોતાના આત્મા દ્વારા જ અપ્પન = આત્માને વિયાળિયા = જાણીને બોધિત કરે છે રાનવોલેëિ = રાગ અને દ્વેષના વિષયોમાં સમો = સમભાવ રાખે છે.
૪૨૬
ભાવાર્થ :- અહો શિષ્ય ! વિનય વગેરે સદ્ગુણોથી વ્યક્તિ સાધુ કહેવાય છે અને અવિનય, ક્રોધાદિ અવગુણોથી વ્યક્તિ અસાધુ કહેવાય છે. માટે તું સાધુના ગુણોને જીવનમાં ગ્રહણ કર, વૃદ્ધિ કર અને અવગુણોને ત્યાગી દે. જે પોતાના જ આત્માથી(આત્મજ્ઞાનથી) પોતાના આત્માને જાણીને અર્થાત્ આત્માના ગુણ અને અવગુણોને કે કર્મબંધને જાણીને રાગદ્વેષના નિમિત્તોમાં જે સમભાવ જાળવી શકે છે, તે પૂજનીય હોય છે.
१२
तहेव डहरं च महल्लगं वा, इत्थि पुमं पव्वइयं गिहिं वा ।
ही णो व खिसइज्जा, थंभं च कोहं च चए स पुज्जो ॥ છાયાનુવાદ : તથૈવ ડહર વા મહત્ત્તવ વા, સ્ત્રિય પુમાસ પ્રવ્રુનિત વૃત્તિળ વા । न हीलयति नो अपि च खिंसयति, स्तम्भं च क्रोधं च त्यजेत् स पूज्यः ॥ શબ્દાર્થ:- હર = બાલક महल्लगं - વૃદ્ધ સ્થિ = સ્ત્રી પુત્રં = પુરુષ પબ્લË = દીક્ષિતની નિર્જિં = ગૃહસ્થની ખો હીતદ્ = એકવાર હીલના ન કરે ખો વિસખ્ખા = પુનઃ પુનઃ હીલના ન કરે થમેં = અહંકારને જોö = ક્રોધને વઘુ = છોડી દે.
=
ભાવાર્થ:- બાલક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ અને દીક્ષિત કે ગૃહસ્થ, તે કોઈની પણ જે નિંદા કે તિરસ્કાર કરતા નથી તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોનો ત્યાગ કરે; તે પૂજ્ય છે.
વિવેચન
-
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં સાધકના અનેક આવશ્યક ગુણોનું કથન કરી તે ગુણોને ધારણ કરનારની પૂજનીયતાનું નિરૂપણ કર્યું છે.
દસમી ગાથામાં આઠ અવગુણોના ત્યાગનું કથન છે. અગિયારમી ગાથામાં સમજાવ્યું છે કે ગુણ– ધારણથી જ વ્યક્તિ સાધુ થાય છે અને અવગુણી કે ગુણ ધારક ન કરનાર હોય તે અસાધુ કહેવાય છે. માટે આત્મસાધક શ્રમણ આત્માનાં ગુણોની વૃદ્ધિ કરે અને અવગુણો છોડી દે; અર્થાત્ અંતર્મુખી થઈ સ્વદોષ દષ્ટિ કેળવી, સ્વયં દોષોને જાણી તે અવગુણોને છોડી દે. આ રીતે આત્મનિરીક્ષણનો તથા આત્મ સંશોધનનો ઉપદેશ આ ગાથામાં છે. અંતે રાગ–દ્વેષ જનક સંયોગોમાં પણ આત્માભિમુખ બની સમભાવ રાખવાની પ્રેરણા છે.
બારમી ગાથામાં નાના મોટા દરેક પ્રત્યે સૌમ્ય પરિણામ રાખવાનું વિધાન અને રાખી તેઓના