Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
અને ગુરુની આરાધનાનો અવસર આવે તેવી ભાવના રાખવી, વિનયધર્મની અનુમોદના કરવી તે વિનયની ઉત્તરોત્તર ભૂમિકા છે. આ રીતે ગુણાનુરાગ અને કૃતજ્ઞતા । જેનામાં હોય તે પૂજનીય બને છે.
૪૨૦
આ રીતે બીજી ગાથાનુસાર શ્રમણાચારની શુદ્ધ અને ઉચ્ચ આરાધનાના અભ્યાસ હેતુને અનુલક્ષી ગુરુ સાનિધ્યમાં રહી તેઓની આજ્ઞા આરાધનાર અને કોઈ પણ પ્રકારે આશાતના નહીં કરનાર શિષ્ય જગપૂજ્ય શ્રમણોની શ્રેણિમાં આવી જાય છે.
રાયબિટ્ટુ વિનય... :− આ ગાથામાં દીક્ષા પર્યાયમાં વડીલ દરેક શ્રમણોના વિનયનું અને તેમની આજ્ઞાની આરાધનાનું કથન છે. વડીલ દીક્ષાવાળા શ્રમણ ઉંમરમાં, જ્ઞાનમાં, બુદ્ધિમાં, નાના મોટા કેવા પણ હોય તેઓની ગુરુ તુલ્ય આદર ભાવ સાથે, આત્મસાક્ષીએ, આરાધના કરનાર શ્રમણ એક દિવસ જિનશાસનના પૂજ્ય । સ્થાને અર્થાત્ મહાન શ્રમણોની શ્રેણિમાં આવી જાય છે.
ઓવાયવ વા:– આ શબ્દોના અનેક પ્રકારે અર્થ થાય છે– (૧) ઓવાયવ શબ્દને વવરે શબ્દનું વિશેષણ માનીએ તો તેનો અર્થ આ પ્રમાણે થાય છે કે– ઉપાયપૂર્વક, પ્રયત્નપૂર્વક ગુરુ વચનોને કાર્યાન્વિત કરનાર (૨) ૩૫પાત્ત = સમીપ. ગુરુની સમીપે રહેનાર ગુરુની આજ્ઞાનું પાલન કરનાર (૩) અવપાત્ = વંદન, સેવા ઇત્યાદિ. ગુરુની વંદના અને સેવા ભક્તિ કરનાર વંદનશીલ સાધુ. આ રીતે (૧) વાવયં = ઉપાયવાન્ (૨) ઉપપાતવાન્ (૩) અવપાતવાન્ . ટીકાકારે ઓવાયવ ના જ બે અર્થ કર્યા
છે. વંદનશીલ અને સમીપવર્તી.
સંતોષી સાધકની પૂજનીયતા :
अण्णायउंछं चरइ विसुद्धं, जवणट्ठया समुयाणं च णिच्चं । अलनुयं णो परिदेवइज्जा, लद्धुं ण विकत्थयइ स पुज्जो ॥ છાયાનુવાદ : આજ્ઞાતો ં રતિ વિશુદ્ધ, યાપનાર્થ સમુવાન પ નિત્યમ્ । अलब्ध्वा न परिदेवयेत्, लब्धवा न विकत्थते स पूज्यः ॥
४
શબ્દાર્થ :- વિષુદ્ધ = દોષોથી રહિત સમુયાળ - સમુદાનિક ગોચરીથી પ્રાપ્ત ખિજ્યું = નિત્ય अण्णायउंछं = અજ્ઞાત કુળમાંથી થોડું થોડું ગ્રહણ કરીને લાવેલો આહાર વળÇાર્ = સંયમરૂપી યાત્રાના નિર્વાહ માટે પરફ્ = ભોગવે છે અર્જુય = આહાર ન મળે તો નો વેિવડ્બ્બા = દુઃખ કરે નહીં, કોઈની નિંદા કરે નહીં તન્દુ = આહાર મળે તો ૫ વિસ્ત્યયજ્ઞ = કોઈની સ્તુતિ કરે નહીં, પોતાની પ્રશંસા કરે નહીં.
ભાવાર્થ:જે સાધુ સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાનિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાંથી ગોચરી કરે છે, તેમ કરતાં જો આહાર પ્રાપ્ત ન થાય ત્યારે ખેદ કરે નહીં કે કોઈની નિંદા કરે નહીં અને આહાર પ્રાપ્ત થાય ત્યારે ખુશ થઈ પોતાની કે ગૃહસ્થની પ્રશંસા કરે નહીં; તે પૂજ્ય બને છે.