Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ઘેત્તું જાણં :- સાધકને ક્ષેત્ર અને કાળનો વિવેક હોવો જોઈએ. પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાલના કર્તવ્યો એક સમાન હોતા નથી. માટે પ્રત્યેક ક્ષેત્ર અને કાલમાં આત્મહિતને લક્ષ્યમાં રાખીને તે તે કાર્ય કરવા જોઈએ. શક્તિ આદિનો વિચાર કર્યા વિના આરાધના કરવાથી ક્યારેક કોઈ વચ્ચે જ ગભરાઈ જાય તેના પરિણામે પોતાને ખિન્નતા, અપ્રસન્નતા થાય, લોકમાં નિંદા થાય અને શાસનનું ગૌરવ હણાય છે.
૩૫૪
ના નાવ ળ પીડેફ ઃ– વૃદ્ધત્વ, વ્યાધિ અને ઇન્દ્રિયોની ક્ષીણતા ધર્મ સાધનામાં બાધક બને છે. શરીર સાધનાનું સાધન છે. તે સ્વસ્થ હોય તો જ મહાવ્રતાદિનું પાલન થઈ શકે છે. તેથી જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહીં, સાધનામાં ઉપકારક ઇન્દ્રિયો ક્ષીણ થાય નહીં અને ધર્મક્રિયાના સામર્થ્ય માટે શત્રુરૂપ વ્યાધિ વધે નહીં તે પૂર્વે જ સાધકે ધર્માચરણ સંયમ તપમાં પરાક્રમ કરવું જોઈએ.
સંક્ષેપમાં શરીર સ્વસ્થ અને સમર્થ હોય ત્યાં સુધી શક્તિ અનુસાર વ્રત પ્રત્યાખ્યાન ત્યાગ તપ અભિગ્રહ વગેરેની આરાધના કરી જીવન સફળ કરવું જોઈએ.
ચતુર્વિધ કષાય ત્યાગની પ્રેરણા
३७
:
कोहं माणं च मायं च, लोभं च पाववडणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पणो ॥
છાયાનુવાદ : ઋોષ માનં ૫ માાં ચ, તોત્રં ચ પાપવર્ધનમ્ । वमेच्चतुरो दोषांस्तु, इच्छन् हितमात्मनः ॥
શબ્દાર્થ:- અપ્પળો - પોતાના દિય = હિતને ་તો = ઇચ્છતો સાધુ પાવવકુળ = પાપને વધારનાર જોહૈં = ક્રોધને માળ - માનને માન્ય = માયાને તોમેં = લોભને વત્તર - ચાર લેશે - દોષોને ૩ = નિશ્ચયરૂપથી વમે = ત્યાગી દે.
ભાવાર્થ :- પોતાના આત્માનું હિત ઈચ્છતો સાધક પાપ કર્મની વૃદ્ધિ કરાવનાર ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર આત્મ દોષોનો અવશ્ય ત્યાગ કરે.
३८
છાયાનુવાદ ોધ: પ્રીતિ પ્રખાશતિ, માનો વિનયનાશનઃ । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥
कोहो पीइं पणासेइ, माणो विणय णासणो । माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥
શબ્દાર્થ:- જોદ્દો = ક્રોધ પીરૂં = પ્રીતિનો પળક્ષેદ્ = નાશ કરે છે માળો = અભિમાન વિળય ખાસો = વિનયનો નાશ કરે છે માયા = માયા ભિજ્ઞાળિ = મિત્રતાનો ખાસેડ્ = નાશ કરે છે તોહો